Western Railway: પશ્ચિમ રેલવે પ્રગતિ કરતાં સિમાચિહ્નોનું સર્જન અને ધોરણોનું સ્થાપન

Western Railway: ભારતીય રેલવે ઉપર અનેક પાસાઓમાં અગ્રણી રહેવાનું ગૌરવ ધરાવતા, પશ્ચિમ રેલવેએ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

by Akash Rajbhar
શ્ચિમ રેલવે પ્રગતિ કરતાં સિમાચિહ્નોનું સર્જન અને ધોરણોનું સ્થાપન

News Continuous Bureau | Mumbai

Western Railway: ભારતીય રેલવે ઉપર અનેક પાસાઓમાં અગ્રણી રહેવાનું ગૌરવ ધરાવતા, પશ્ચિમ રેલવેએ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. પશ્ચિમ રેલવે એ માલ લોડિંગ અને માલસામાનની આવક, યાત્રીઓની આવક, માળખાકીય અપગ્રેડેશન અને વૃદ્ધિ, સુરક્ષા કામ, યાત્રીઓની સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં આ પ્રભાવશાળી પ્રદર્શન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રાના પ્રભાવશાળી નેતૃત્વ અને મૂલ્યવાન માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરવું શક્ય બન્યું છે.

માળખાગત વિકાસ

• નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, 346 કિમી નવી લાઈનો, ગેજ રૂપાંતરણ અને દ્વિકરણનું કામ પૂર્ણ થયું છે. આ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાનમાં કોઈપણ અન્ય રેલવે ઝોન કરતાં સર્વોચ્ચ છે.
• 191 કિલોમીટરના લક્ષ્યાંકની સામે 197 રૂટ કિલોમીટર (RKM) ના વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયું. આની સાથે, પશ્ચિમ રેલવેનું 100% વિદ્યુતીકરણ થઈ ગયું છે.
• પશ્ચિમ રેલ્વેએ સુરક્ષા ટેકનોલોજીના નવીનતમ સંસ્કરણ કવચ (સંસ્કરણ 4.0) નું સંસ્થાપન પૂર્ણ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં, 644 RKM પર કવચ ટેકનોલોજી સંસ્થાપિત થઈ છે અને 205 RKM પર ટ્રેનની ટ્રાયલની શરૂઆત થશે.

આ સમાચાર પણ વાંચો :Khel Mahakumbh 2025: જહાંગીરપુરા ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તા.૨૩ થી ૨૭ એપ્રિલ દરમિયાન અન્ડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજ વયજૂથના ભાઈઓ-બહેનોની રાજ્યકક્ષાની સ્કેટીંગ સ્પર્ધા યોજાશે

• 2024-25 માં પશ્ચિમ રેલવે ઉપર 140 ROBs/RUBsનું બાંધકામ થયું છે, જે ભારતીય રેલવેમાં સર્વોચ્ચ છે.
• પશ્ચિમ રેલવે એ 2024-25 માં 561 કિ.મી. સહિત, ભારતીય રેલવે પર સર્વોચ્ચ લંબાઈની W-beam ફેન્સીંગ પાથરી છે. આનાથી પશુઓના અતિક્રમણમાં મોટો ઘટાડો થયો છે, જેથી સમયપાલનતા અને સુરક્ષામાં વધારો થયો છે.
• પશ્ચિમ રેલવે લેવલ ક્રોસિંગ ગેટ નાબૂદ કરવાની બાબતમાં ભારતીય રેલવેના તમામ ઝોનમાં શ્રેષ્ઠ છે. નાણાંકીય વર્ષ 2024-25માં 108 માનવ સહિતના લેવલ ક્રોસિંગ ગેટ નાબૂદ કરવામાં આવ્યા છે.
• પશ્ચિમ રેલવે એ 410 વેલ્ડેબલ કાસ્ટ મેંગેનીઝ સ્ટીલ (WCMS) ક્રોસિંગ નાખ્યા છે, જે સમગ્ર ભારતીય રેલવેમાં શ્રેષ્ઠ છે. આનાથી આરામદાયકતા અને યાત્રી સુરક્ષામાં વૃદ્ધિ થશે.
• પશ્ચિમ રેલવેનો નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ડાયનેમિક ટેમ્પર્સ, બલાસ્ટ ક્લિનિંગ મશીનો જેવા ટ્રેક મશીનોનો ઉપયોગ સમગ્ર ભારતીય રેલવેમાં શ્રેષ્ઠ રહ્યો છે. આમ પશ્ચિમ રેલવે દ્વારા સંપત્તિ જાળવણી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે છે.
• પાછલા વર્ષની સરખામણીમાં સિગ્નલ નિષ્ફળતાના બનાવોમાં 20% નો ઘટાડો થયો છે.
• મેલ/એક્સપ્રેસ ટ્રેનોની 95% સમયપાલનતા સાથે પશ્ચિમ રેલવે સમગ્ર ભારતીય રેલવેમાં ટોચ પર છે.
• પશ્ચિમ રેલવે એ ભારતીય રેલવે પર પ્રથમ વાર ફોર્મેશન ટ્રીટમેન્ટ ઓફ ટર્નઆઉટ્સ રજૂ કર્યું છે. બલાસ્ટ ક્લિનિંગ મશીનોની કામગીરી દરમિયાન કુલ 61 ટર્નઆઉટ ફોર્મેશન ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. આનાથી યાત્રાની આરામદાયકતામાં નોંધપાત્ર સુધારો થશે, સુરક્ષામાં વૃદ્ધિ થશે અને જાળવણીની જરૂરિયાતોમાં ઘટાડો થશે.

કાર્ગો માટેની ભૂખ

• 2024-25માં 102 મિલિયન ટનના માલસામાન લોડિંગનો વિક્રમ સર્જીને, પશ્ચિમ રેલવે એ સતત ત્રીજા વર્ષે 100 મિલિયન ટનના ક્લબમાં પ્રવેશ કર્યો છે. પશ્ચિમ રેલવે એકમાત્ર નોન-કોલસા બેલ્ટ ઝોનલ રેલવે છે જેણે વૈવિધ્યસભર માલસામાન અને કોલસાના માત્ર 8% હિસ્સા સાથે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
• પશ્ચિમ રેલવે એ પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કન્ટેનર, પીઓએલ (પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્ટ્સ) અને ખાતરોના લોડિંગમાં વૃદ્ધિ દર્શાવી છે. તે સમસ્ત ભારતીય રેલવેના તમામ ઝોનલ રેલવેમાં પ્રથમ ક્રમે છે.
• કન્ટેનર – પશ્ચિમ રેલવેનો ફાળો 32.33 MT (ભારતીય રેલવેમાં 37% હિસ્સો) છે.
• ખાતર – પશ્ચિમ રેલવેનો ફાળો 16.09 MT (ભારતીય રેલવેમાં 27% હિસ્સો) છે.
• પીઓએલ – પશ્ચિમ રેલવેનો ફાળો 13.01 MT (ભારતીય રેલવેમાં 24% હિસ્સો) છે.

આ સમાચાર પણ વાંચો : Surat Student Startup: સુરત જિલ્લામાં SSIP- સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી:૨.૦ વર્કશોપ યોજાયો

આવકમાં વૃદ્ધિ

• મુસાફરોની આવક રૂ।. 7840 કરોડ રૂપિયાથી વધુ, જે પાછલાં વર્ષ કરતાં 7% વધુ છે.
• નાણાકીય વર્ષ 2024 – 25 માં રૂ।. 13790 કરોડની માલભાડાની આવક પ્રાપ્ત થઈ છે.
• ટિકિટ ચેકિંગથી રૂ. 150 કરોડથી વધુ આવકની વસૂલાત.
• પશ્ચિમ રેલવે ભાડા સિવાયની આવકમાં રૂ।. 110.47 કરોડની આવક પ્રાપ્ત કરીને ભારતીય રેલવેમાં દ્વિતીય ક્રમે રહ્યું છે, જે પાછલાં વર્ષ કરતાં 10% ઉચ્ચતર છે.
• પશ્ચિમ રેલવે એ ભંગારના વેચાણથી રૂ।. 564 કરોડ પ્રાપ્ત કરીને રૂ।. 500 કરોડનું સિમાચિહ્ન સર કર્યું, જે રેલવે બોર્ડ દ્વારા નિર્ધારીત લક્ષ્યના 41% વધારે છે અને ભારતીય રેલવેમાં દ્વિતીય ક્રમે છે.
• માર્ચ 2025માં મહિના માટે અત્યાર સુધીની સૌથી વધુ AC EMU આવક: રૂ।. 19.95 કરોડ, જે મે 2025ના રૂ।. 19.20 કરોડના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ.
• માર્ચ 2025 માં AC EMU દ્વારા યાત્રા કરનારા યાત્રીઓની સંખ્યા 0.44 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી, જે જાન્યુઆરી 2025 માં 0.40 કરોડની અગાઉની ઊંચી સપાટીને વટાવી ગઈ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More