Site icon

Western Railway: પશ્ચિમ રેલ્વેના સ્વાસ્થ્ય વિભાગમાં ગુણવત્તા ધોરણો વધારવા અગ્રેસર, ભારતીય રેલ્વેની હેલ્થ યુનિટ માટે એનએબીએલ મળી માન્યતા

Western Railway: પશ્ચિમ રેલવે ના મેડિકલ વિભાગે તેની ઉપલબ્ધિઓ માં વધુ એક ઉપલબ્ધિ જોડી

Western Railway Leading the way in raising quality standards in the health department of Western Railway

Western Railway Leading the way in raising quality standards in the health department of Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે ના મેડિકલ વિભાગે સ્વાસ્થય સેવા ના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે, ઉચ્ચ ગુણવત્તા ની ડાયગ્નોસ્ટિક સેવાઓ પૂરી પાડવા અને દર્દી સંભાળમાં શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવાની દીશા માં પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. આ દિશામાં આગળ વધીને, મુંબઈના બધવાર પાર્ક રેલવે કોલોની ખાતે આવેલા પશ્ચિમ રેલવે ની હેલ્થ યુનિટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પરીક્ષણ અને કેલિબ્રેશન લેબોરેટરી માન્યતા બોર્ડ (એનએબીએલ – એમઈએલટી) તરફથી માન્યતા મેળવીને એક નોંધપાત્ર ઉપલબ્ધી હાંસલ કરી છે. આ સાથે, તેને ભારતીય રેલવે ના કોઈપણ આરોગ્ય એકમમાં આ માન્યતા પ્રાપ્ત કરનારી પ્રથમ મેડિકલ લેબ બનવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે.
પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, આ ખૂબ જ ગર્વની વાત છે કે મુંબઈ મંડળ ના બધવાર પાર્ક હેલ્થ યુનિટ ખાતેની પેથોલોજી લેબોરેટરીને ભારતીય રેલવે ની એક હેલ્થ યુનિટમાં કાર્યરત લેબોરેટરી માટે પ્રથમ વખત ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી એનએબીએલ માન્યતા પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે . આ ઉપલબ્ધી પ્રયોગશાળાના કડક ગુણવત્તા ધોરણોનું પાલન અને વિશ્વસનીય ડાયગ્નોસ્ટિક સેવાઓ પ્રત્યે સમર્પણને રેખાંકિત કરે છે. આ માન્યતા તબીબી સંભાળમાં શ્રેષ્ઠતા પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. એનએબીએલ માન્યતા ત્રણ વર્ષના સમયગાળા માટે માન્ય છે અને તે સંતોષકારક નિપુણતા પરીક્ષણ પ્રદર્શન પર આધારિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  ટ્રમ્પે ટેરિફને લઈને ભારત પર સાધ્યું નિશાન તો પીએમ મોદીએ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે આપ્યો ‘ટીટ ફોર ટેટ’ જવાબ..
Western Railway: શ્રી વિનીતે વધુમાં માહિતી આપી હતી કે પશ્ચિમ રેલવે એ તેના ઝોનમાં અનેક પેથોલોજી લેબોરેટરીઓ માટે મેડિકલ એન્ટ્રી લેવલ ટેસ્ટિંગ (એમઈએલટી) પ્રોગ્રામ હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) ની માન્યતા મેળવીને સ્વાસ્થ્ય સેવા ના ક્ષેત્ર માં અનેક મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. રાજકોટ સ્થિત ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલની પેથોલોજી લેબોરેટરીએ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ-એમઈએલટી) તરફથી માન્યતા પ્રાપ્ત કરનાર ભારતીય રેલ્વેની ડિવિઝનલ હોસ્પિટલની પ્રથમ ક્લિનિકલ લેબોરેટરી બનીને એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ માન્યતાએ અન્ય રેલવે હોસ્પિટલો માટે સમાન શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવાનો માર્ગ સરળ કર્યો છે.
શ્રી વિનીતે માહિતી આપી હતી કે સાબરમતી રેલવે હોસ્પિટલ ની પેથોલોજી લેબોરેટરી (અમદાવાદ મંડળ) અને વલસાડ સબ-ડિવિઝનલ હોસ્પિટલની પેથોલોજી લેબોરેટરી (મુંબઈ સેન્ટ્રલ મંડળ) એ પણ એનએબીએલ (એમઈએલટી) માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. વધુમાં, ભાવનગર મંડળ ની ડિવિઝનલ હોસ્પિટલ ની પેથોલોજી લેબોરેટરી અને દાહોદ ખાતે કારખાના હોસ્પિટલ વર્તમાનમાં એનએબીએલ ની માન્યતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છે જે પશ્ચિમ રેલ્વે દ્વારા તેની સ્વાસ્થય સુવિધાઓમાં ક્લિનિકલ ગુણવત્તા વધારવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો:  Metro train frequency: મુસાફરો માટે શરુ કરી નવી સુવિધાઓ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી
Western Railway: ભારતીય રેલવે માં સૌથી વધુ એનએબીએલ માન્યતા પ્રાપ્ત પેથોલોજી લેબોરેટરી ની સંખ્યા સાથે પશ્ચિમ રેલવે ગુણવત્તા શ્રેષ્ઠતામાં અગ્રેસર છે, જે દર્દીની સંભાળ અને ડાયગ્નોસ્ટિક વિશ્વસનીયતા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નોંધપાત્ર ઉપલબ્ધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિશ્વ કક્ષાની અને શ્રેષ્ઠ સેવાઓ અપનાવવા અને રેલવે કર્મચારીઓ અને લાભાર્થીઓ માટે વધુ સારી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાની પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Red Fort Blast: આતંકનું ષડયંત્ર: લાલ કિલ્લા કરતાં પણ મોટા હુમલાનો પ્લાન! મુઝમ્મિલના કબૂલાતનામાથી ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ.
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Sandeshkhali Infiltration: સંદેશખાલીમાં ઘૂસણખોરો કેમેરા સામે આવતા તણાવ વધ્યો, SIR દ્વારા કેસની તપાસ શરૂ.
Deepti Chaurasia suicide: કમલા પસંદ પરિવારમાં શોક: માલિક ની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, જાણો સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળનું શું કારણ લખ્યું?
Exit mobile version