News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે(central govt)ઘઉંની નિકાસ(Wheat Exports) પર શરતો સાથે પ્રતિબંધ લગાવી દીધો છે.
ઘરેલૂ બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો છે.
જોકે ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં.
સરકાર(Modi govt) દ્વારા તેનું એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત, પડોશી દેશો અને અન્ય સંવેદનશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે.
નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 9.59% થયો છે જે માર્ચમાં 7.77% હતો.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર