Site icon

Wheat Procurement Target: મોદી સરકારે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક ઘટાડ્યો, આ રવિ સિઝનમાં 30-32 મિલિયન ટનની ખરીદી કરશે

Wheat Procurement Target:આરએમએસ 2024-25 દરમિયાન ઘઉંની ખરીદીના અંદાજો 300-320 એલએમટીની રેન્જમાં નક્કી કરવામાં આવ્યા હતા. એ જ રીતે, કેએમએસ 2023-24 (રવી પાક) દરમિયાન ચોખાની ટર્મમાં ડાંગરની ખરીદીનો અંદાજ 90-100 એલએમટીની રેન્જમાં નક્કી કરવામાં આવ્યો હતો.

Wheat Procurement Target Govt. sets conservative target for wheat procurement at 30-32 million tonnes in 2024-25 season

Wheat Procurement Target Govt. sets conservative target for wheat procurement at 30-32 million tonnes in 2024-25 season

News Continuous Bureau | Mumbai 

Wheat Procurement Target:

Join Our WhatsApp Community

ભારત સરકાર ( central govt ) નાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (ડીએફપીડી)એ 28.02.2024નાં રોજ નવી દિલ્હી ( new Delhi ) ખાતે રાજ્યનાં ખાદ્ય સચિવોની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં રવિ માર્કેટિંગ સિઝન ( ravi marketing season )  (આરએમએસ) 2024-25માં અને ખરીફ માર્કેટિંગ સિઝન (કેએમએસ) 2023-24માં રવી પાક માટે ખરીદીની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના ડીએફપીડીના સચિવે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ખરીદીને અસર કરતા વિવિધ પરિબળો જેવા કે હવામાનની સ્થિતિની આગાહી, ઉત્પાદનના અંદાજો અને રાજ્યોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. વિચાર-વિમર્શ પછી, આગામી આરએમએસ 2024-25 દરમિયાન ઘઉંની ખરીદીના અંદાજો 300-320 એલએમટીની રેન્જમાં નક્કી કરવામાં આવ્યા હતા. એ જ રીતે, કેએમએસ 2023-24 (રવી પાક) દરમિયાન ચોખાની ટર્મમાં ડાંગરની ખરીદીનો અંદાજ 90-100 એલએમટીની રેન્જમાં નક્કી કરવામાં આવ્યો હતો.

કેએમએસ 2023-24 (રવી પાક) દરમિયાન રાજ્યો દ્વારા ખરીદી માટે આશરે 6.00 એલએમટી બરછટ અનાજ/બાજરી (શ્રી અન્ના)ના જથ્થાનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પાકના વૈવિધ્યકરણ માટે બાજરીની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને આહારની પેટર્નમાં પોષણ વધારવાની સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, તેલંગાણાની રાજ્ય સરકારે સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશનના સંદર્ભમાં અપનાવવામાં આવેલી સારી પદ્ધતિઓ અને ભારત સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ પહેલ દ્વારા વાર્ષિક રૂ. 16 કરોડની બચતનો સંકેત આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે ઈલેક્ટ્રોનિક વેઈંગ સ્કેલ સાથે ઈ-પીઓએસને જોડવા અંગેની સફળ પહેલ શેર કરી છે જેણે લાભાર્થીઓને તેમના હકદાર જથ્થા પ્રમાણે અનાજનો પુરવઠો અસરકારક રીતે સુનિશ્ચિત કર્યો છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે રાજ્યની એમએસપી ખરીદીની અરજીઓની ડિજિટલ પરિપક્વતા પર તેમનો મૂલ્યાંકન અભ્યાસ પ્રસ્તુત કર્યો હતો. રાજ્ય સરકારોને કેએમએસ 2024-25ની શરૂઆત અગાઉ ખરીદી વ્યવસ્થામાં પારદર્શકતા અને કાર્યદક્ષતા લાવવા માટે એગ્રિસ્ટેક પોર્ટલની સ્ટાન્ડર્ડ અને મુખ્ય વિશેષતાઓને અનુરૂપ તેમની હાલની એપ્લિકેશન્સને અપનાવવા અથવા તેમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : UNની બેઠકમાં ફરી એકવાર પાકિસ્તાને મળ્યો જડબાતોડ જવાબ, આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ફટકારી.. જાણો વિગતે..

આ બેઠક દરમિયાન નિયત ડેપોથી વાજબી ભાવની દુકાનો સુધી અનાજના પરિવહન માટે સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન, પ્રાપ્તિ કેન્દ્રોમાં માળખાગત સુવિધામાં સુધારો, ગુડ મિલિંગ પ્રેક્ટિસ અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પર ફેર પ્રાઇસ શોપ્સ ( Fair price shops )  પર ઓન-બોર્ડિંગ વાજબી ભાવની દુકાનો સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એફસીઆઈ  ( FCI ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રાજ્યોના અગ્ર સચિવ/સચિવ (ખાદ્ય), ભારતીય મેટ્રોલોજિકલ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version