ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
લોકડાઉન ને કારણે કોરોના સિવાયની બીમારીના દર્દીઓને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં આવી રહ્યા છે.. જે પ્રશાસનની સાથે જ નાગરિકો માટે ચિંતાનો વિષય છે… એક બાજુ મહામારીની તીવ્રતા ઓછી થઈ રહી છે. તો બીજી બાજુ આ નવી મુશ્કેલી વધી રહી છે. લોકડાઉન દરમિયાન હોસ્પિટલોમાં બેડના અભાવે તેમજ બીજા કારણસર અન્ય બીમારીથી પીડિત દર્દીઓને દાખલ કરવામાં નહોતા આવ્યા. આથી સમયસર સારવાર ન મળતાં અત્યારે ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઇ છે. કોરોના કરા આવા અનેક દર્દીઓ રોજ હોસ્પિટલમાં આવવાના શરૂ થયા છે.
ડોક્ટરોનું કહેવું છે કે કોવિડ 19 વગરની બીમારીઓથી ગ્રસ્ત આ દર્દીઓને સમયસર સારવાર આપી શકાઈ હોત તો તેમનું જીવન જોખમમાં મુકાયું ના હોત. જેમ કે હૃદયરોગના દર્દીઓ, કેન્સરના, કિડનીના, પથરીના તેમજ મગજની બીમારી ના દર્દીઓ નો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ થવાનું મોટું કારણ છે કે નાની મોટી હોસ્પિટલોને કોરોના સ્પેશ્યલ હોસ્પિટલોમાં ફેરવી દેવામાં આવી છે. જ્યારે મોટા ભાગના ડોક્ટરો પણ એક યા બીજા કારણે કોરોના ની સેવા સાથે સંકળાયેલા છે. આથી કોરોના સિવાયના દર્દીઓને એપોઇન્ટમેન્ટ અપાઇ શકાતી નથી અથવા તો સમયસર નાના મોટા ઓપરેશનો નથી થઈ શકતા. જ્યારે બીમારી ખૂબ વધી જતા ગંભીર હાલતમાં દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. જીવ જતો રહ્યો હોય છે અથવા તો તાત્કાલિક ઓપરેશન ની સ્થિતિ ઉભી થતા, પરિવારજનો અને ડોક્ટરો પણ કફોડી સ્થિતિમાં મુકાઇ જાય છે.. આમ લોકડાઉન ના સાઈડ ઇફેક્ટ સામે આવી રહયાં છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com