ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવોવેક્સને મંજૂરી આપી દીધી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળ્યા બાદ હવે કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનશે.
કોવોવેક્સના 2 ડોઝની આવશ્યકતા રહે છે અને તે 2થી 8 ડિગ્રી સેલ્સિયસ રેફ્રિજરેટેડ તાપમાન પર સ્થિર થાય છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી શેર કરી છે.
અદાર પૂનાવાલાએ ટ્વિટમાં લખ્યું હતું કે, WHOએ 'કોવોવેક્સ'ને મંજૂરી આપી દીધી છે. કોરોના મહામારી સામેની લડાઈમાં તે માઈલસ્ટોન સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં વપરાઈ રહેલી નોવાવેક્સ વેક્સિન ભારતમાં કોવોવેક્સ નામથી તૈયાર કરવામાં આવી છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટે થોડા દિવસો પહેલા ભારતમાં આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી હતી પરંતુ કોઈ કારણસર સરકારે તેને મંજૂરી નહોતી આપી.