193
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
કોરોનાના નવા વેરિયન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનને એક મોટી ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે એવી આગાહી કરી છે દુનિયામાં ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, કોરોનાના બીજા પણ વેરિયન્ટ આવતા રહેશે.
સાથે જ તેમણે કહ્યું કે દુનિયામાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિયન્ટને જન્મ આપવા પૂરતી છે.
ઓમિક્રોન આવ્યાં બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ આવ્યાં. આ કેસની સંખ્યા 2020 કરતા પણ વધારે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે જો વૈશ્વિક આરોગ્ય એજન્સી અને તમામ દેશ સાથે મળીને આગળ વધે તો આ મહામારીનો ખતરો 2022માં ખતમ થઈ શકે છે.
વિકાસનો પવન ફુંકાયો, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પ્રથમ જજ બન્યા આ મહિલા; જાણો વિગતે
You Might Be Interested In