ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
22 ફેબ્રુઆરી 2021
બાબા રામદેવ એ કોરોના માટે એક દવા બનાવી છે. ગત સપ્તાહે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તેમજ આયુષ મંત્રી પોતે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાબા રામદેવે ઘોષણા કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી નવી દવા પૂરી રીતે વૈજ્ઞાનિક ચકાસણી માંથી પસાર થઈ ચૂકી છે.
હવે બાબા રામદેવના આ નિવેદન પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું નિવેદન સામે આવ્યું છે. કોરોના નું નામ લીધા વિના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે એક પણ દેશી દવા એવી નથી કે જેને આંતરરાષ્ટ્રીય પણ એ માન્યતા આપવામાં આવી હોય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પારંપરિક વૈદકીય ચિકિત્સક હેઠળની એકેય દવાને હજી મંજૂરી આપવામાં આવી નથી.
આમ એક તરફ બાબા રામદેવ કોરોના ની દવા વેચી રહ્યું છે ત્યારે બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ મામલે પોતાની જાતને દૂર રાખી રહ્યું છે.