ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 જુન 2020
ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસની રસી ઉપલબ્ધ થઈ જશે, એવી આશા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોને છે. એક પત્રકાર વાર્તામાં ભારતીય મૂળની WHO ની વૈજ્ઞાનિક ડો સૌમ્યા સ્વામીનાથનને બોલતા કહ્યું કે "મેલેરિયામાં ઉપયોગી હાઇડ્રોક્સી ક્લોરોકવીન દવા કોરોના સંક્રમિત લોકો પર કારગર નથી નીવડી. હાલ 10 મનુષ્યો પર કોરોના વાયરસની રસી ના પ્રયોગો ચાલી રહ્યા છે. જેમાંથી ત્રણ ઉમેદવાર પર રસી કામ કરી રહી છે અને તેઓએ પ્રથમ ચરણ પાસ કરી લીધું છે. કોવિડ 19 માટે રસી શોધવાનું કામ જટિલ છે" પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ને આશા છે કે જે રીતે કોરોના ની રસી માટે પરીક્ષણ થઈ રહયાં છે તેને પગલે વર્ષના અંત સુધીમાં કોરોના ની રસી લોકો માટે ઉપલબ્ધ બની જશે.
આ સાથે જ WHO ના વૈજ્ઞાનિકોને હાઇડ્રોક્સી ક્લોરોકવીન ને લઇ આશંકાએ છે કે, વાયરસ ફેલાવાના શરૂઆતના દિવસોમાં ઉપયોગમાં લેવાયેલી આ દવાથી સંક્રમણ ફેલાતું રોકવામાં સફળતા મળી છે કે નહીં!? એ હજી સુધી સાબીત થઈ શક્યું નથી. પરંતુ હાલ જે વ્યક્તિ પર પરિક્ષણ સફળ રહ્યા છે તેનાથી આશા જાગી છે કે કોરોનાની દવા ખૂબ જલ્દી બજારમાં આવી જશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com