ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને થયેલા ખુલાસા બાદ દુનિયાભરમાં અને પાકિસ્તાનમાં ભુકંપ સર્જાયો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. ત્યારે હવે તેની પ્રેમિકાને લઈને વધુ એક ખુલાસો થયો છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામે ઓળખે છે અને તેનું નામ છે મેહવિશ હયાત છે. તે એક પાકિસ્તાની અભિનેત્રી છે જેને દાઉદે પોતાની વગ વાપરીને અનેક ફિલ્મોમાં કામ અપાવ્યું છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ 37 વર્ષની છે અને તે દાઉદ કરતા 27 વર્ષ નાની છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હયાતના માત્ર દાઉદ સાથે જ નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્ર્ધાન ઈમરાન ખાન સાથે પણ સારા સંબંધો છે.આ અભિનેત્રી પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી, પરંતુ દાઉદે પોતાની રાજકીય વગના પગલે વર્ષ 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મજગતમાં ખળભળાટ મચી ગયો હતો. લોકોનું કહેવું હતું કે, તેને આ સન્માન પુરસ્કાર એટલા માટે મળ્યું કારણ કે તેના પાકિસ્તાનના બહુ તાકાતવર લોકો સાથે સંબંધ છે.
એક વેબ પોર્ટલે તે સમયે તેના દાઉદ સાથે સારા સંબંધો હોવાની વાત પણ ઈશારામાં કહી હતી. ઉલ્લેખનીય છે કે દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાત ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે. મેહવિશ હયાતે કાશ્મીરને લઇને પાકિસ્તાની પ્રોપેંગેંડા ફેલાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત મહવિશે કાશ્મીરના લોકોને ભારત વિરૂધ્ધ ઝેર ભરવાનો પ્રયત્ન પણ કર્યો હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com