News Continuous Bureau | Mumbai
Omar Abdullah -કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભલે નેશનલ કોન્ફરન્સે (NC) ત્રણ બેઠકો જીતીને બાજી મારી લીધી હોય, પરંતુ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ભાજપ (BJP) પર ભડક્યા છે. અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે ભાજપ પાસે માત્ર 28 ધારાસભ્યો છે, તો તેમને 32 વોટ કેવી રીતે મળ્યા? આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમના કોઈપણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ભાજપને ચાર વધારાના વોટ ક્યાંથી મળ્યા?
ઉમર અબ્દુલ્લાનો સીધો પ્રહાર
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમના એજન્ટોએ તમામ મતપત્રો જોયા છે. તેમણે સવાલ કર્યો કે આખરે તે કયા ધારાસભ્યો હતા જેમણે વોટ આપતી વખતે ખોટી પ્રેફરન્સ સંખ્યા નાખી અને પોતાનો વોટ રદ કરાવ્યો? તેમણે કહ્યું, “શું તેમનામાં એટલી હિંમત છે કે તેઓ ભાજપની સાથે જવાની વાત ખુલ્લેઆમ સ્વીકારે?” તેમણે સ્પષ્ટ કહ્યું કે જે લોકોએ આવું કર્યું છે, તેમણે ભાજપ માટે પોતાનો આત્મા વેચી દીધો છે અને તેઓ તેને ખુલ્લેઆમ સ્વીકાર પણ કરી શકતા નથી.
ભાજપને મળ્યા 32 વોટ
જમ્મુ-કાશ્મીરમાં થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ માત્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સત શર્માને જ જીત મળી શકી. તેમને કુલ 32 વોટ મળ્યા, જ્યારે ભાજપ પાસે માત્ર 28 ધારાસભ્યોનું જ સંખ્યાબળ હતું.
નેશનલ કોન્ફરન્સના અન્ય ઉમેદવારો પણ વિજેતા બન્યા:
એનસીના ચૌધરી મોહમ્મદ સામે ભાજપના અલી મોહમ્મદ મીરને હાર મળી (એનસીને 58 વોટ, ભાજપને 28 વોટ).
બીજી બેઠક પર એનસીના સજ્જાદ કિચલૂ 57 વોટ મેળવીને જીત્યા (ભાજપના રાકેશ મહાજનને 28 વોટ).
આ ઉપરાંત એનસીના જીએસ ઓબેરોય ઉર્ફે શમી ઓબેરોય અને નબી ડાર પણ ચૂંટાયા.
આ સમાચાર પણ વાંચો : Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
ખરીદ-ફરોખ્તનો આરોપ અને આત્માનો અવાજ
આ ચૂંટણીમાં ત્રણ વોટ રદ થયા હતા અને સત શર્માને 32 વોટ મળ્યા. આથી અટકળો લગાવવામાં આવી રહી છે કે અપક્ષ ધારાસભ્યોએ સત શર્માને વોટ આપ્યો છે. જોકે, ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે અપક્ષ ધારાસભ્યોએ તેમને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. એનસીના ઉમેદવાર ઇમરાન નબી ડારે ભાજપ પર ખરીદ-ફરોખ્ત નો આરોપ લગાવ્યો છે. તેના જવાબમાં સત શર્માએ કહ્યું કે, “જે ચાર ધારાસભ્યોએ અંતરાત્માનો અવાજ સાંભળ્યો, તેમણે ભાજપને સમર્થન આપ્યું છે.”
