ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 મે 2020
ભારતમાં જો આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસને પણ પાછળ મૂકી દેશે, દુનિયામાં કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 લાખની ઉપર પહોંચી છે અને ભારતમાં આનો આંક પહોંચ્યો છે 1.25 લાખ સુધી.
એક બાજુ ભારતમાં લોકડાઉનનો ચોથો તબબક્કો પૂરો થવામાં અને જનજીવન થાળે પડવાની શરૂઆત થઈ રહી છે એવા સમયે, ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 6654 નવા પોઝિટિવ કેસ નોંધાયા અને દેશમાં મૃત્યુ આંક જે ઝડપે વધી રહ્યો છે એ જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO એ ભારતના જે રાજ્યોમાં વધુ ચેપ ફેલાયો છે ત્યાં લોકડાઉનની છૂટ ના આપવાની સલાહ આપી છે. WHO ની સલાહ માનીએ તો રાજ્યોમાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમિત કેસ હોય ત્યાં સખત પાલન કરાવવાની જરૂરી છે.
એક અભ્યાસ મુજબ ભારતમાં 34 રાજ્યો અને UT માંથી ખાલી એક 21 ટકામાં જ લોકડાઉન હટાવી શકાય એમ છે.
જોકે WHO ની રાય મુજબ આખા રાજ્યોને લોકડાઉન કરવાની જરૂર નથી પરંતુ રાજ્યોના કેટલાક જિલ્લાઓને જ તેમજ હોટ સ્પોટ શોધીને એટલા જ વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવાની જરૂર છે. નોંધનીય છે કે ભારતમાં સૌથી વધુ પોઝિટિવ કેસો ધરાવતા રાજ્યો માં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંદીગઢ, તામિલનાડુ અને બિહાર નો સમાવેશ થાય છે..