ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
નવું વર્ષ 2022 શરૂ થઈ ગયું છે અને આ વર્ષે ભારતના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ખેંચતાણ તેના ચરમ પર છે. આ વચ્ચે રાજકારણના એક જૂથમાં દેશના 15મા રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ચર્ચા એ વાતની છે કે રામનાથ કોવિંદ પછી હવે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? આ વર્ષે જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવાની છે.
25 જુલાઇ 2022ના રોજ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. આનંદીબેન પટેલ સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, અને કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનના નામની પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે કોણ બનશે આગળના રાષ્ટ્રપતિ તેને લઇ મંથન ચાલી રહ્યું છે. જોકે દર વખતની જેમ PM મોદી અંતિમ સમયે બધાને ચોંકાવી પણ શકે છે. જેવું દર વખતે થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં 17 જુલાઈ 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થઈ હતી અને 20 જુલાઈ 2017ના રોજ મત ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. રામનાથ કોવિંદ ભારતના 14મા રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈ, 2017ના રોજ પૂરો થયો અને આરોગ્ય સંબંધિત ચિન્તાઓ અને વૃદ્ધાવસ્થાના કારણે તેમણે ફરીથી નામાંકન ભરવાની ના પાડી દીધી હતી.
આપને જણાવી દઈએ કે બંધારણની કલમ 56(1) હેઠળ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. તેના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટેડ નહીં પરંતુ સિલેક્ટેડ હોય છે. જેમા લોકસભા અને રાજ્યસભા ઉપરાંત 28 રાજ્યો અને દિલ્હી, પુડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્ય વોટિંગ કરે છે.