Site icon

Hyperinflation: RBI પાસે નોટ છાપવાની મશીન છે, તો પણ કેમ નથી છપાતા પુષ્કળ પૈસા? આ ભૂલ કરીને બે દેશો થઈ ગયા બરબાદ

Hyperinflation: ભારતીય રિઝર્વ બેંક અનિયંત્રિત રીતે પૈસા છાપીને બજારમાં મૂકી શકતી નથી. અર્થશાસ્ત્રનો આ મૂળભૂત સિદ્ધાંત ન સમજતા ઝિમ્બાબ્વે અને વેનેઝુએલા જેવા દેશો ભયંકર મોંઘવારીનો ભોગ બન્યા અને તેમની અર્થવ્યવસ્થા પડી ભાંગી.

Hyperinflation RBI પાસે નોટ છાપવાની મશીન છે, તો પણ કેમ નથી છપાતા પુષ્કળ પૈસા

Hyperinflation RBI પાસે નોટ છાપવાની મશીન છે, તો પણ કેમ નથી છપાતા પુષ્કળ પૈસા

News Continuous Bureau | Mumbai

Hyperinflation ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે જ્યારે ભારતીય રિઝર્વ બેંક પાસે નોટ છાપવાની મશીન છે, તો પછી તે ગમે તેટલા પૈસા કેમ નથી છાપી દેતી અને લોકોને કેમ વહેંચી દેતી નથી? જો આવું થાય તો દેશમાંથી ગરીબી દૂર થઈ જાય અને દરેક વ્યક્તિ શ્રીમંત બની શકે. પણ હકીકત આનાથી તદ્દન અલગ છે. અર્થતંત્રનો પાયો માત્ર નોટ પર નહીં, પણ દેશના ઉત્પાદન, સેવાઓ અને સંસાધનો પર આધારિત હોય છે. જો આ બેલેન્સ ખોરવાય તો ભયંકર પરિણામ આવી શકે છે.

Join Our WhatsApp Community

કેમ નથી છાપી શકાતા અગણિત પૈસા?

ખરેખર, જ્યારે કોઈ દેશની સરકાર બજારમાં જરૂરિયાત કરતા વધારે પૈસા નાખે છે, ત્યારે લોકો પાસે ખરીદશક્તિ તો વધી જાય છે, પરંતુ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન એટલું વધતું નથી. આનાથી સીધો ભાવવધારો થાય છે. પરિણામે, પૈસાનું મૂલ્ય ઘટી જાય છે અને એક નાની વસ્તુ માટે પણ હજારો કે લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ સ્થિતિને ‘હાઈપર ઈન્ફ્લેશન’ કહેવાય છે.

ઝિમ્બાબ્વેની તબાહી નું ઉદાહરણ

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે આનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યાંની સરકારે દેશના નુકસાન ને ભરવા અને લોકોને ખુશ કરવા માટે સતત નોટ છાપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે 100 ટ્રિલિયન ઝિમ્બાબ્વેન ડોલરની નોટ છપાઈ, પરંતુ તેનાથી એક બ્રેડ પણ ખરીદી શકાતી નહોતી. મોંઘવારી એટલી વધી ગઈ કે લોકો પાસે નોટોના ઢગલા હતા, પરંતુ તેનું કોઈ મૂલ્ય બચ્યું નહોતું. અંતે, ઝિમ્બાબ્વેની આખી અર્થવ્યવસ્થા તૂટી ગઈ અને ત્યાં વિદેશી ચલણ એટલે કે ડોલરનો ઉપયોગ કરવો પડ્યો.

આ સમાચાર પણ વાંચો : Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો

વેનેઝુએલામાં સર્જાયેલી સ્થિતિ

2010ની શરૂઆતમાં વેનેઝુએલા તેલના નિકાસ પર આધારિત એક શ્રીમંત દેશ ગણાતો હતો. દેશની 90% થી વધુ કમાણી તેલ પર આધારિત હતી, પરંતુ 2014 પછી જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટવા લાગ્યા, ત્યારે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સીધી રીતે પ્રભાવિત થઈ. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સરકારે મોટા પાયે નોટ છાપવાનો માર્ગ અપનાવ્યો. પરંતુ તેના કારણે બજારમાં પૈસાનો પુરવઠો એટલો વધી ગયો કે હાઈપર ઈન્ફ્લેશનની સ્થિતિ ઊભી થઈ. 2018 સુધીમાં મોંઘવારીનો દર 10,00,000% થી પણ વધી ગયો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારે વારંવાર ચલણમાંથી શૂન્ય કાઢવા પડ્યા, કારણ કે દેશમાં કરોડો લોકો ભૂખમરાની અણી પર આવી ગયા હતા.

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version