અહો આશ્ચર્યમ્ : દર સોમવારે ભારત સાજુ થાય છે. કોરોના ના ઓછા કેસ નોંધાય છે. પણ શા માટે??? વાંચો અહીં ખુલાસો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

8 જુલાઈ 2020

આ સોમવારે ભારતભરમાં નવા કોવિડ કેસની સંખ્યા રવિવારની ગણતરીથી આશરે 3,000 જેટલી ઘટી છે, પાછળના બે મહિનાથી કોવિડના કેસોમાં એક નવી જ પેટર્ન જોવા મળી રહી છે. જે મુજબ દર સપ્તાહના 

અંતે જેટલા કેસો સામે આવે છે તેમાં દર સોમવારે અચાનક ઘટાડો નોંધાયો છે, અને વલણ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. સતત નવ અઠવાડિયા સુધી નોંધાયેલા આંકડા બતાવે છે જે મુજબ, આ સોમવારે નોંધાયેલા તાજા કેસો 22,007 હતા – જે રવિવારના રોજ નોંધાયેલાં 24,976 ની સંખ્યાથી મોટો ઘટાડો છે. પાછલા અઠવાડિયામાં પણ (જૂન 28-29), રવિવારની ગણતરી 19,741 હતી, જે બીજા દિવસે ઘટીને 18,870 થઈ ગઈ.

Covid19India.org  વેબસાઇટ અનુસાર ગયા શનિવારે 2.48 લાખ પરીક્ષણો કરાયા હતા. રવિવારે આ સંખ્યા ઘટીને 1.8 લાખ થઈ ગઈ છે અને સોમવારે ફરી વધીને 2.41 લાખ થઈ ગઈ છે. તેવી જ રીતે, તે પહેલાંના અઠવાડિયામાં, શનિવારે (જૂન 27) 2.31 લાખ કોવિડ પરીક્ષણો થયા હતા, બીજા દિવસે (રવિવારે) 1.7 લાખ અને સોમવારે (29 જૂન) 2.1 લાખ. રસપ્રદ વાત એ છે કે, મૃત્યુ માટે દૈનિક આવી કોઈ પેટર્ન જોવા નથી મળતી. એક અભ્યાસ મુજબ જાણવાં મળ્યું છે કે સોમવારે કેસની ગણતરીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ રવિવારે ઓછા થયેલા પરીક્ષણ છે. આમ દર સોમવારે કેમ કેસની ગણતરીમાં ઘટાડો થાય છે??  તેના માટેનું શ્રેષ્ઠ સ્પષ્ટીકરણ પરીક્ષણના આંકડામાં છુપાયેલું છે. દર રવિવારે લેવામાં આવતા પરીક્ષણોની સંખ્યા ઘટવાથી, તેની અસર સોમવારના કેસોની સંખ્યા પર પડે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More