ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
હાલ whatsapp ઉપર એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રવિવારના દિવસે એટલે કે બીજી મેના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી જાય ત્યારબાદ આખા દેશમાં 18 દિવસનું લોકડાઉન લાગશે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેની ઉપર ભરોસો ન કરવો જોઈએ.
આ પાંચ રાજ્યોમાં આજથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સીન આપવાનું શરૂ થયું.
જોકે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બીજી તારીખે ચૂંટણી ના પરિણામ આવી ગયા બાદ દેશના અમુક વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે. મીડિયા માં પ્રસારિત થયેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ છે તે જીલ્લાઓની સૂચી મંગાવી છે. તેમજ તે જિલ્લામાં શું પગલાં લેવા જોઈએ તે સર્વે અધિકારીઓને એક પ્લાન બનાવવા જણાવ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે ત્રણ તારીખ પછી શું થાય છે.