Site icon

વિદેશમાં વસતા ભારતીય માટે મોટા સમાચાર: શું હવે NRI ને મત આપવાનો અધિકાર મળશે? ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020 

ચૂંટણી પંચ (EC) એ કેન્દ્ર સરકારને એનઆરઆઈ ને પોસ્ટલ બેલેટ (પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાન કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત મોકલી છે. આ માટે  ચૂંટણી આચાર નિયમો 1961 ના સુધારા દ્વારા લાગુ કરી શકાય છે. અને આને લાગુ કરવા માટે, સંસદની પરવાનગીની પણ જરૂર નહીં રહે. 

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે ગયા અઠવાડિયે, કાયદા મંત્રાલયને અસમ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી દરખાસ્ત મોકલી છે. સાથે જ એનઆરઆઈ મતદારો માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ કરેલી પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ઇટીપીબીએસ) ને વધારવા કહ્યું છે. 

અહેવાલો અનુસાર, અંદાજે એક કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. તેમાંથી આશરે 60 લાખ લોકો મતદાન કરી શકે છે. આ પગલા માટે સંસદની પરવાનગીની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચના પ્રસ્તાવમાં જણાવાયું છે કે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઇચ્છુક કોઈપણ એનઆરઆઈએ ચૂંટણીની સૂચનાના ઓછામાં ઓછા પાંચ દિવસ પછી રીટર્નિંગ ઓફિસર (આરઓ) ને જાણ કરવી જ પડશે.. 

મળતી માહિતી મુજબ, જો સરકાર ચૂંટણી પંચના આ પ્રસ્તાવને મંજૂરી આપે તો એનઆરઆઈ આગામી વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા મત આપી શકે છે. જો કે, વર્તમાન પ્રક્રિયામાં, એનઆરઆઈને ભારતમાં હાજર રહીને મતદાન મથકો પર મતદાન કરવાની સુવિધા છે. પરંતુ ચૂંટણી પંચ ના આ પ્રસ્તાવ ને મંજૂરી મળી જાય તો એનઆરઆઈ ત્યાં બેઠાં પોસ્ટ દ્વારા પોતાનો મત આપી શકશે..

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version