News Continuous Bureau | Mumbai
શરદ પવાર અત્યારે શું કરી રહ્યા છે તેના પર સહુ કોઈની નજર છે. ગત થોડા સમયથી તેઓ રાષ્ટ્રીય સ્તર પર રાજનીતિમાં સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તેમણે વધુ એક વખત ઈમોશનલ કાર્ડ રમ્યુ છે. જેને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં તેમની નબળી પડેલી પરિસ્થિતિ વધુ મજબૂત થઈ ગઈ છે.
ગત દિવસો દરમિયાન શરદ પવારે એવા અનેક પગલાં લીધા જે વિરોધી છાવણીના કોઈપણ નેતા લઈ શક્યા નહોતા.
શરદ પવારે શું કર્યું?
શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાવરકર મુદ્દે થયેલી મડાગાંઠ ઉકેલી.
ત્રીજો ફ્રન્ટ મજબૂત બનાવવા માટે રાજીનામાનું નાટક કર્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સહાનુભૂતિ એકત્રિત કરી.
મણીપુરમાં ફસાઈ ગયેલા છાત્રો સંદર્ભે તેમણે રાજનૈતિક એક્ટિવનેસ દેખાડી.
કર્ણાટકની ચૂંટણીમાં પ્રચાર કર્યો તેમ જ ભાજપ વિરોધી સુર તેજ કર્યો.
શરદ પવાર અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યો છે કે ભાજપ વિરોધી ફ્રન્ટ બનાવવામાં તેઓ મોખરે છે. હાલ રાહુલ ગાંધીના અનેક વિરોધીઓ છે, તેમ જ અનુભવ અને ઉંમરમાં તે ઘણા જુનિયર ગણાય છે. આ પરિસ્થિતિમાં એવી સંભાવના દેખાઈ રહી છે કે શરદ પવાર ભાજપ વિરોધી ફ્રન્ટ બનાવવાનું અભિયાન જલદ કરશે તેમજ આ ફ્રન્ટના અધ્યક્ષ પણ બની શકે છે.
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.