News Continuous Bureau | Mumbai
Winter Session : સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો સુરક્ષા ઘેરાને તોડીને બે પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. હવે આ ઘટનાને પગલે હોબાળો મચી ગયો છે.
મહત્વનું છે કે સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર આ ઘટના બની છે. એટલે સરકારથી લઈને સુરક્ષા દળો અને તમામ રાજકીય પક્ષો આને લઈને ચિંતિત છે. હવે આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે સાંજે 4 વાગ્યે સર્વપક્ષીય બેઠક ( All Party Meet ) બોલાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં સરકાર ( Central govt ) આ ઘટનાની સંપૂર્ણ માહિતી આપશે અને તે પણ જણાવશે કે અત્યાર સુધી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન લોકસભામાં અને તેની બહાર હંગામો મચાવનારા 4 લોકોની માહિતી પણ આપી શકાય છે.
બે લોકો પ્રેક્ષક ગેલેરીમાં આવ્યા
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ લોકસભા (Loksabha) માં ઝંપલાવનાર બે લોકોના નામ સાગર શર્મા અને મનોરંજન છે. આ સિવાય બહાર હંગામો મચાવનાર અને સ્મોક ગન ચલાવનારના નામ નીલમ અને અમોલ શિંદે છે. નીલમ હરિયાણાના હિસાર જિલ્લાની રહેવાસી છે. આ સિવાય અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને લોકો સાંસદ પ્રતાપ સિમ્હાના પત્ર પર જારી કરાયેલ પાસ લઈને પ્રેક્ષક ગેલેરીમાં આવ્યા હતા. ત્યાર બાદ આજે જ્યારે લોકસભામાં શૂન્ય કલાક ચાલી રહ્યો હતો ત્યારે આ લોકો કાર્યવાહીમાં કૂદી પડ્યા હતા. પછી આ લોકોએ સ્મોક ગન કાઢી અને ધુમાડો ફેલાવાનું કરવાનું શરૂ કર્યું.
આ સમાચાર પણ વાંચો : Cow Attack Video: રખડતી ગાયે વૃદ્ધને પાછળથી નીચે પછાડ્યા! ઘટના કેમેરામાં થઈ કેદ. જુઓ વિડિયો
રાજ્યસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો
લોકસભામાં ઘૂસણખોરીનો મુદ્દો રાજ્યસભા (Rajya Sabha) માં પણ ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ (Congress) નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે તમને અપીલ કરીએ છીએ કે ગૃહને સ્થગિત કરવામાં આવે અને ગૃહમંત્રી અહીં આવીને સમગ્ર મામલાની માહિતી આપે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. આ ઉપલા ગૃહ છે અને અહીંથી સંદેશ જવો જોઈએ કે આપણે એક મજબૂત દેશ છીએ. તેમણે કહ્યું કે આ મુદ્દે રાજનીતિ કરવી એ દેશના લોકો માટે સારો સંદેશ નથી.