ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
આર્થિક સ્તર પર દરેક જગ્યાએ નકારાત્મક સમાચાર વચ્ચે એક સકારાત્મક સમાચાર એવા છે કે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર સતત વધી રહ્યું છે.છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારત દેશનો વિદેશી મુદ્રા ભંડાર 590 અબજ ડોલરના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. બીજી તરફ ભારત ઉપર માત્ર 554 અબજ ડોલરનું દેવું છે. આમ ભારત પર દેવાથી 36 અબજ ડોલર વધુ પૈસા છે.
જો ભારત દેશ પોતાનું ઋણ ચૂકવી દે તો તે રાતોરાત વિકસિત દેશ બની જાય. આ સંદર્ભે ભારતના અર્થ રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જો ભારત ઇચ્છે તો હવે પરિસ્થિતિ સુધરી શકે છે. કોરોના ના સમય પછી જીએસટી કલેક્શન પ્રતિ મહિને એક લાખ કરોડથી ઉપર પહોંચી ગયું છે અને આથી નિર્ધારિત સમયમાં ભારત દેશ 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.
ઉલ્લેખનીય છે કે હમણાં જ ભારતે જે બજેટ રજૂ કર્યું તેમાં જણાવ્યું હતું કે ભારત પોતાનું ઋણ વધારશે પરંતુ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.