News Continuous Bureau | Mumbai
ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો આજકાલ બહુ આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. દરમિયાન ફરી આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આ વખતે અબુધાબીથી મુંબઈ આવી રહેલી એર વિસ્તારાની ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ઈટાલીની એક મહિલાએ પહેલા ફ્લાઈટના ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને પછી તેની સાથે મારપીટ કરી. એટલું જ નહીં, થોડીવારમાં તેણે કપડાં ઉતારી દીધા અને નગ્ન અવસ્થામાં કોરિડોરમાં ફરવા લાગી. આવો તમને જણાવીએ કે આખો હંગામો કેવી રીતે શરૂ થયો.
વાસ્તવમાં મહિલા ઈકોનોમી ક્લાસની ટિકિટ લઈને ફ્લાઈટમાં ચઢી હતી પરંતુ તેણે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે કેબિન ક્રૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે હંગામો મચાવ્યો. તેણે ક્રૂ સાથે ઝઘડો પણ કર્યો હતો. પોલીસે આ મહિલા પસેન્જરની ધરપકડ કરી છે, જે ઈટાલીની રહેવાસી છે.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુંબઈ ઓફિસમાં પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી.
બિઝનેસ ક્લાસમાં સીટને લઈને હોબાળો
સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સોમવારે (30 જાન્યુઆરી) એર વિસ્તારા ફ્લાઇટ UK 256 ના કેબિન ક્રૂ તરફથી ફરિયાદ મળી હતી. ફ્લાઇટ એ જ દિવસે ભારતીય સમય અનુસાર સવારે 2.03 વાગ્યે અબુ ધાબીથી ઉડાન ભરી હતી. તેણે જણાવ્યું કે રાત્રે લગભગ 2:30 વાગ્યે ઇકોનોમી ક્લાસમાં બેઠેલી મહિલા અચાનક ઊભી થઈ અને દોડીને બિઝનેસ ક્લાસમાં બેસી ગઈ. જ્યારે ક્રૂ મેમ્બરોએ વાંધો ઉઠાવ્યો તો તેણે કથિત રીતે ક્રૂ મેમ્બરના ચહેરા પર મુક્કો માર્યો. જ્યારે અન્ય ક્રૂ મેમ્બરે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે
મહિલાએ તેના પર થૂંક્યું અને તેના કપડા ઉતારીને ફ્લાઈટમાં ફરવા લાગી.
જામીન મળી ગયા..
આ લાંબા હોબાળા બાદ મહિલાને કાબુમાં લાવવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ લગભગ 4.53 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી, ત્યારે મહિલા પેસેન્જરને વિસ્તારા સુરક્ષા અધિકારીઓ અને પછી સહાર પોલીસને સોંપવામાં આવી હતી. આ પછી, પોલીસે અંધેરી કોર્ટમાં રજૂ કર્યા બાદ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જોકે 25 હજારનો દંડ ભર્યા બાદ તેને જામીન મળી ગયા હતા.