News Continuous Bureau | Mumbai
- કેન્દ્રીય મંત્રી શ્રી “કેન્દ્રીય બજેટ 2025” સેમિનારમાં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
- 13થી 16 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારી આ પરિષદમાં વિશ્વભરનાં તબીબો, નિષ્ણાતો ભાગ લઇ રહ્યાં છે
મંત્રી શ્રી કાર્યક્રમ અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું કે, પ્રોફેસર સાદિક હૂડે મુંબઈમાં ડાયાબિટીસ ઇન્ડિયા યોજી હતી અને આ પ્રકારની સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી વર્લ્ડ કોગ્રેસ ઓફ ડાયબિટીસ જમ્મુ ખાતે યોજાઈ હતી. આ એવા તબીબી સંશોધકો અને શિક્ષણવિદોની પેઢી છે, જેમણે ભારતમાં ડાયાબિટીસની ચળવળને આગળ ધપાવી છે. આ પરિષદમાં ડાયાબિટીસ નિષ્ણાત આગામી પેઢી વિશે વાત કરી રહ્યા છે. તેથી આપણે ખરેખર એકબીજા પાસેથી કેવી રીતે શીખી શકીએ અને તેનાથી લોકોને કઈ રીતે મદદ મળી શકે તેની ચર્ચા અહી થશે.
World Congress of Diabetes: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન, જીવન વિજ્ઞાનની જરૂર અવકાશમાં પણ છે. તમને જાણીને આનંદ થશે કે મેં આ અંગે સૂચન કર્યું હતું અને મારા સૂચનને ખૂબ જ હકારાત્મક રીતે લેવામાં આવ્યુ. તેમણે કહ્યું હતું કે, લગભગ બે મહિના પહેલા અમે અવકાશ વિભાગ અને બાયોટેકનોલોજી વિભાગ વચ્ચે ઔપચારિક MOU કર્યો હતો. કારણ કે હવે અવકાશયાત્રીઓ કેવી રીતે વર્તે છે તે વિશે જાણવા માટે અવકાશ જીવવિજ્ઞાન નામનું એક નવું ક્ષેત્ર આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: IIT-JEE False Claims: CCPAની કડક કાર્યવાહી, IIT-JEE પરિણામોની ખોટી જાહેરાત માટે IITPK ને ફટકાર્યો અધધ આટલા લાખનો દંડ
કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે. “તમને ખુશી થશે કે SPADx નામના નવીનતમ મિશનમાં અમે અવકાશ વાતાવરણમાં કેટલાક શાકભાજી, રોપાઓ ઉગાડવાનો પ્રયોગ પણ કર્યો છે”.
આજે બજારમાં વિવિધ પ્રકારના ડાયટ ચાર્ટ ફરતા હોય છે અને તે દરેક ગ્રાહકને આકર્ષે છે અને તેઓ તેના માટે હજારો રૂપિયા ચૂકવે છે. જે વિચિત્ર બાબત હોવાનું મંત્રી શ્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, માહિતી કરતાં વધુ ખોટી માહિતી વિનાશ કરે છે. જ્યારે આપણે ખોટી માહિતીનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે ખોટી માહિતી આપવાની પદ્ધતિઓને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કરવામાં આવી રહી હતી
આ સમાચાર પણ વાંચો: National Games 2025: ઉત્તરાખંડ બની રહ્યું છે ભારતનું નવા યુગનું રમતગમત કેન્દ્ર, નેશનલ ગેમ્સમાં 16,000 રમતવીરોએ આશરે 435 સ્પર્ધાઓમાં લીધો ભાગ
World Congress of Diabetes: ડાયાબિટીસ ઇન્ડિયા અને ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ (DASG) દ્વારા 13 થી 16 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર, ક્લબ O7, અમદાવાદ ખાતે “વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ”નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં હજારો ડોકટરો, સંશોધકો અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોના એક સીમાચિહ્નરૂપ મેળાવડામાં, ડાયાબિટીસ ઇન્ડિયા અને ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ (DASG) એ સંયુક્ત રીતે અમદાવાદ ઘોષણાપત્ર બહાર પાડ્યું, જેમાં યુવા એશિયનોમાં ટાઇપ 2 ડાયાબિટીસ (T2D) ના ભયાનક વધારાને સંબોધવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરવામાં આવી હતી. વિશ્વભરના 59 અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ઘોષણાપત્ર આજે પ્રતિષ્ઠિત જર્નલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ – રિસર્ચ એન્ડ રિવ્યુઝમાં પણ પ્રકાશિત થયું છે.
કેન્દ્રીય મંત્રી શ્રી જિતેન્દ્ર સિંહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ધ ચાર્ટર્ડ અકકોઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, જીતો (JITO ) અને જીએલએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત કેન્દ્રીય બજેટ 2025 સેમિનારમાં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed