Site icon News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો

World Environment Day : પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.

World Environment Day PM Modi marks Environment Day; plants Sindoor at residence

World Environment Day PM Modi marks Environment Day; plants Sindoor at residence

News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું;

 

“1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Airtel Prepaid Recharge Plan એરટેલનો સૌથી ધાંસુ પ્રીપેડ પ્લાન ₹399માં દરરોજ મળશે 2.5GB ડેટા, જાણો તમામ બેનિફિટ્સ અને વેલિડિટી
Rajya Sabha Billionaire MPs Analysis રાજ્યસભામાં અમીરોનો દબદબો, સાંસદોની સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ૧૨ વર્ષમાં અબજોપતિ સભ્યો ૪ થી વધી ૩૧ થયા
Ashok Chakra to Smit Machhar કેપ્ટન સ્મિત માછરને ‘અશોક ચક્ર’ આપવાની માગ સાંસદ મિલિંદ દેવરાએ PM મોદીને લખ્યો પત્ર
Indian Forces Pakistani Infiltrators સરહદ પર ભારતીય સેનાBSFનું મોટું ઓપરેશન 2 પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર, ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ
Exit mobile version