News Continuous Bureau | Mumbai
World Police and Fire Games :
- અમેરિકા ખાતે બર્મિંગહેમમાં યોજાયેલા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા: CISF ટીમે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ગૌરવશાળી ત્રીજું સ્થાન અપાવ્યું
- CISFએ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-૨૦૨૫માં ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ત્રીજા નંબરે
- હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોનું અભૂતપૂર્વ પ્રદર્શન
- CISFના જવાનોનું ઐતિહાસિક પ્રદર્શન – વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં ૬૪ પદકો સાથે ભારતને ત્રીજું સ્થાન અપાવ્યું
અમેરિકાના બર્મિંગહેમ શહેરમાં ૩૦ જૂનથી ૬ જુલાઈ ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વિશ્વ માંથી પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૭૦ કરતાં વધુ દેશોના દસ હજારથી વધુ એથ્લિટ્સે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. CISF ટીમે કુલ ૬ રમતોમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. CISFએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા હતા. જેમાં કુસ્તી સૌથી વધુ છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. અન્ય જવાનોએ હાઈપર જમ્પ, હાફ મેરેથોન, જેવી રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૬૪ પદકો જીત્યા હતા. જેને કારણે ભારતની ટીમને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ત્રીજા સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ભારતને ત્રીજા નંબર મેળવવામાં સફળતા મળી છે.
આ સમાચાર પણ વાંચો : Rojgar Mela: દેશભરમાં 47 સ્થળોએ યોજાયો 16મો રોજગાર મેળો, PM મોદીએ વર્ચુયલ માધ્યમથી 51000 થી વધુ નિમણુંક પત્રો એનાયત કર્યા
CISFએ ફિટનેસ, શિસ્ત અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ટીમનું પ્રદર્શન દર્શાવે છે કે, અમારા કર્મચારીઓ વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને સંકલ્પને કેટલાય દ્રઢતાપૂર્વક પ્રદર્શિત કયું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.