Site icon

World Statistics Day : આવતીકાલે 29 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે “આંકડા દિવસ”, આ વર્ષની થીમ છે – રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 75 વર્ષ

World Statistics Day : વર્ષ 2007થી, આંકડા દિવસ દર વર્ષે રાષ્ટ્રીય સુસંગતતાની થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025ની થીમ "રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 75 વર્ષ" છે

World Statistics Day ‘Statistics Day' to celebrate 75 years of National Sample Survey

World Statistics Day ‘Statistics Day' to celebrate 75 years of National Sample Survey

News Continuous Bureau | Mumbai

World Statistics Day : આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) 29 જૂન 2025ના રોજ નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે 19મો આંકડા દિવસ ઉજવશે. આ દિવસ દર વર્ષે આંકડા અને આર્થિક આયોજનના ક્ષેત્રના પ્રણેતા પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જન્મજયંતીની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આંકડા દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ માટે સામાજિક-આર્થિક આયોજન અને નીતિ નિર્માણમાં આંકડાઓના મહત્વ વિશે, ખાસ કરીને યુવા પેઢીમાં, જનજાગૃતિ લાવવાનો છે.

Join Our WhatsApp Community

વર્ષ 2007થી, આંકડા દિવસ દર વર્ષે રાષ્ટ્રીય સુસંગતતાની થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025ની થીમ “રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 75 વર્ષ” છે, જે ભારતમાં પુરાવા-આધારિત નિર્ણય લેવા અને શાસનને સમર્થન આપતા વિશ્વસનીય અને સમયસર આંકડાકીય માહિતી પ્રદાન કરવામાં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના મહત્વપૂર્ણ યોગદાનને પ્રતિબિંબિત કરે છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયના રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહ દ્વારા કરવામાં આવશે, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ પ્રો. રાજીવ લક્ષ્મણ કરંદીકર અને MoSPIના સચિવ ડૉ. સૌરભ ગર્ગ પણ ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Air India viral video : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પછી ઓફિસમાં કરી રહ્યા હતા પાર્ટી, આ અધિકારીઓ, એરલાઈને 4 અધિકારીઓને એક જ પળમાં કાઢી મુક્યા!

મંત્રાલય રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 75 વર્ષ પૂર્ણ થવાના સ્મૃતિમાં એક સ્મારક સિક્કો અને કસ્ટમાઇઝ્ડ માય સ્ટેમ્પ બહાર પાડશે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ આંકડાકીય પ્રકાશનો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ટકાઉ વિકાસ લક્ષ્યો – રાષ્ટ્રીય સૂચક ફ્રેમવર્ક પ્રગતિ અહેવાલ 2025 અને ભારતમાં પોષણનું સેવન 2022-23 અને 2023-24નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સત્તાવાર આંકડાઓ સુધી વપરાશકર્તા મૈત્રીપૂર્ણ પહોંચની સુવિધા માટે MoSPI દ્વારા વિકસાવવામાં આવેલ GOISTAT મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન આંકડાશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત પ્રો. સી.આર. રાવ રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. MoSPI દ્વારા આયોજિત ડેટા વિઝ્યુલાઇઝેશન હેકાથોનના વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવશે. MoSPIના ડિરેક્ટર જનરલ શ્રી પી.આર. મેશ્રામ દ્વારા આભારવિધિ કરવામાં આવશે.

ઉદ્ઘાટન સત્ર પછી એક ટેકનિકલ સત્ર યોજાશે. જેમાં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 75 વર્ષ પર પ્રકાશ પાડતી એક ટૂંકી ફિલ્મ અને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડૉ. શમિકા રવિ દ્વારા સંચાલિત “સત્તાવાર આંકડાઓ પર અગ્રણી ટેકનોલોજીનો પ્રભાવ” વિષય પર એક પેનલ ચર્ચા કરવામાં આવશે. પેનલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીના ડિરેક્ટર ડૉ. દેવાશિષ મોહંતી, વાધવાણી સેન્ટર ફોર ગવર્નમેન્ટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના સીઈઓ શ્રી પ્રકાશ કુમાર અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રા. લિ.ના SVP, હેડ, એનાલિટિક્સ કન્સલ્ટિંગ એન્ડ સોલ્યુશન્સ શ્રી અમિતાભ ત્રિપાઠીનો સમાવેશ થશે.

આ કાર્યક્રમમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંગઠનો, ડોમેન નિષ્ણાતો, સંશોધન સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારો સહિત લગભગ 700 સહભાગીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમની હાઇલાઇટ્સ MoSPIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ ઍક્સેસ કરી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version