Site icon News Continuous Bureau | Mumbai

રેસલર સુશીલકુમાર પાસેથી છીનવાઈ શકે છે પદ્મશ્રી ઍવૉર્ડ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દિલ્હીના છત્રસાલ સ્ટૅડિયમ ખાતે થયેલી સાગર રાણાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલકુમાર બે વાર દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતી ચૂક્યો છે. એ બદલ તેને ૨૦૧૧માં રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન મળ્યું હતું. હવે એ તેની પાસેથી છીનવાઈ જાય એવી શક્યતા છે.

એક પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ ઍવૉર્ડ રદ કરવાનો કોઈ સ્પષ્ટ નિયમ નથી. પદ્મશ્રીઍવૉર્ડ યોજના મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિનો ઍવૉર્ડ રદ કરી શકે છે અને એ પછી તેનું નામ રજિસ્ટરમાંથી કાઢી શકાય છે. આ પછી તેણેઍવૉર્ડ પાછો આપવો પડશે. યોજના અનુસાર રાષ્ટ્રપતિ ઍવૉર્ડને ફરીથી આપવા, રદ કરવા અને રદ કરવાનો હુકમ પાછો ખેંચી લેવા સક્ષમ છે.

સાગર રાણા હત્યાકેસના મુખ્ય આરોપી સુશીલકુમારને થઈ શકે છે આ સજા; દિલ્હી હાઈ કોર્ટના વકીલે આપી આ માહિતી…

ઉલ્લેખનીય છે કે આ મામલે ગૃહ મંત્રાલય યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન. ગોપાલસ્વામીના એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય સુશીલકુમારના ઍવૉર્ડ અંગેની સમીક્ષા અંગે ચર્ચા કરી શકે છે. રાષ્ટ્રપતિને ભલામણ કરતાં પહેલાં મંત્રાલયે કોર્ટના આદેશની રાહ જોવાનું પસંદ કર્યું છે. ચાર્જશીટ ફાઇલ થયા પછી રાષ્ટ્રપતિ ઍવૉર્ડ રદ કરી શકે છે અને જો સંબંધિત ખેલાડી બાદમાં નિર્દોષ છૂટી જાય તો ઍવૉર્ડ રદ કરવાનો હુકમ પણ પાછો ખેંચી શકાય છે.

Modi Cabinet MSP Hike ઘઉં અને ચણા સહિત 6 રવિ પાકની MSP માં વધારો જાણો મોદી કેબિનેટના મોટા નિર્ણયો
INDIA Alliance Save Democracy March ઈન્ડિયા બ્લોકની આરપારની લડાઈ CEC જ્ઞાનેશ કુમાર સામે રસ્તા પર ઉતરશે વિપક્ષ, ૫ વિશાળ રેલીઓ યોજાશે
INDIA Alliance Meeting Attendees List ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ કોણ થયું સામેલ? કોંગ્રેસે જાહેર કરી સમગ્ર યાદી
Election Commission Form6 SIR Amendment ચૂંટણી પંચે અડધી રાતે લીધો મોટો નિર્ણય ફોર્મ૬ માંથી SIR ની જોગવાઈ હટાવી, જાણો શું થશે ફેરફાર
Exit mobile version