ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં મેરઠ પાસે યમુના એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક બોલેરોને અકસ્માત નડ્યો છે.
જાણવા મળ્યા મુજબ થાણા બુડેરા પોલીસની બોલેરો વહેલી સવારે સુરીર ક્ષેત્રમાં 80 નંબરના માઈલ સ્ટોન પાસે અચાનક જ અનિયંત્રિત થઈ હતી અને પુલ સાથે અથડાઈ હતી.
આ દુર્ઘટનામાં મધ્ય પ્રદેશ પોલીસના 3 જવાનો સહિત 4 લોકોના મોત અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત બાદ યમુના એક્સપ્રેસવેની એક લાઈન પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બોલેરોને હટાવી હતી અને રસ્તો ખાલી કરાવ્યો હતો.
લો કરો વાત! મુંબઈમાં આ વર્ષે ચાર નહીં પણ બારે માસ ચોમાસુ, જાણો ક્યારે કેટલો વરસાદ પડ્યો
