News Continuous Bureau | Mumbai
યોગની સાથે વિવાદમાં રહેતા બાબા રામદેવ ( Yoga Guru Ramdev ) પોતાના સ્ટેટમેન્ટ થી યુ ટર્ન માર્યો છે. મહિલાઓ ( Women ) પ્રત્યે આક્ષેપ જનક વિધાન ( Remark ) કર્યા બાદ હવે તેમણે માફી માંગી ( Apologizes ) છે. તેમણે મુંબઈના થાણા વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન પણ છાજે ટિપ્પણી કરી હતી.
આ ટિપ્પણી પછી બાબા રામદેવની ચોમેરથી ટીકાઓ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેમની રિમાર્કને સેક્સીસ્ટ રિમાર્ક તરીકે ગણવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત હતી.
રામદેવને ટિપ્પણી કર્યા બાદ મોટો આંચકો મળ્યો
રામદેવના ( Yoga Guru Ramdev ) વિવાદાસ્પદ ( Remark ) નિવેદનની ગંભીર નોંધ લેતા, મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે તેમને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: આર્ટિફિશયલ ઈંટેલિજન્સ નો કમાલ! હવે મનુષ્ય પ્રાણીઓ સાથે પણ વાત કરી શકશે
યોગ ગુરુની ( Yoga Guru ) ટિપ્પણીની મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પક્ષોએ પણ નિંદા કરી હતી. આ આખી ટિપ્પણીને રાજકીય રંગ આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ પ્રસંગ પર અમૃતા ફડણવીસ હાજર હતા તો તેમણે મામલા પર વાંધો કેમ ન લીધો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ રામદેવની ટિપ્પણીની નિંદા કરતા વિરોધ પ્રદર્શન કર્યું અને ચપ્પલની જોડી સાથે તેમના ફોટાને માળા પહેરાવી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે દાવો કર્યો કે યોગ ગુરુની વાસ્તવિક માનસિકતા તેમના નિવેદનથી છતી થઈ ગઈ છે.