ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની કેરી અંગે નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદનનો પલટવાર કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપ્યો છે. યોગીએ ટ્વીટ કરીને રાહુલને કહ્યું હતું કે તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે. પેગાસસ મુદ્દે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “મને યુપીની કેરી પસંદ નથી.”
યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે “રાહુલગાંધીજી, તમારો ‘ટેસ્ટ’ જ ભાગલા પાડનારો છે. આખો દેશ તમારા વિભાજનકારી સંસ્કારોથી પરિચિત છે. વિઘટનકારી કુસંસ્કારોનો પ્રભાવ તમારા પર એટલી હદે હાવી થઈ ગયો છે કે ફળના સ્વાદને પણ તમે ક્ષેત્રવાદની આગમાં હોમી રહ્યા છો, પરંતુ યાદ રહે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતનો ‘ટેસ્ટ’ એક જ છે.”
આખરે શિક્ષણ વિભાગે CETની વેબસાઇટ તાત્પૂરતી બંધ કરી; હવે ઍડ્મિશન પ્રોસેસ લંબાવાની શક્યતા વધી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને પણ રાહુલ ગાંધીને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. રવિ કિશને લખ્યું હતું કે “રાહુલજીને યુપીની કેરી પસંદ નથી અને ઉત્તર પ્રદેશને કૉન્ગ્રેસ પસંદ નથી, હિસાબ બરાબર.”