News Continuous Bureau | Mumbai
Team India Meets PM Modi: T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરેલી ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી છે. આ પહેલા ટીમે હોટલ આઈટીસી મૌર્યમાં ખાસ કેક કાપી હતી. અહીં સુકાની રોહિત શર્મા સાથે ઋષભ પંત, સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ભાંગડા કરતા જોવા મળ્યા હતા.
Team India Meets PM Modi: કેક કાપી
Rishabh Pant & Mohammed Siraj show off their Bhangra moves with the T20 World Cup 2024 trophy ITC Maurya #TeamIndia #IndianCricketTeam pic.twitter.com/pwvjxk54Af
— WORLD CUP FOLLOWER (@BiggBosstwts) July 4, 2024
દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્નીએ કેક કાપી હતી. જે બાદ ટીમ હોટલ આઈટીસી મૌર્ય જવા રવાના થઈ હતી. અહીં ભારતીય ચાહકો તેમના મનપસંદ હીરોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.
Team India Meets PM Modi: વિજય પરેડ કાઢશે
પીએમ મોદીને મળ્યા બાદ ટીમ મુંબઈ જવા રવાના થશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી ટીમની વિજય પરેડ થશે. ખુલ્લી છતની બસ પરેડ માટે તૈયાર છે. ટીમ નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફ બસ દ્વારા મુસાફરી કરશે. ત્યારબાદ સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યાં ચાહકોને મફત પ્રવેશ આપવામાં આવશે. મુંબઈ પોલીસના જોઈન્ટ સીપી (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ કહ્યું કે ભારતીય ટીમની વિજય પરેડ માટે અમે MCCA, MCA અને BCCI સાથે ચર્ચા કરી છે.
મહત્વનું છે કે તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બીસીસીઆઈએ તેને લાવવા માટે ખાસ પ્લેન મોકલ્યું હતું. આ પ્લેનને ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ નામ આપવામાં આવ્યું હતું.
 
			         
			         
                                                        