News Continuous Bureau | Mumbai
AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત 14 મહિના પહેલા જે કર્યું હતું તેનું પુનરાવર્તન કર્યું છે. 14 મહિના પહેલા ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે સીરીઝ રમવાનો ઇનકાર કર્યો હતો. હવે આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે સીરીઝ રમવાની ના પાડી દીધી છે.જાણો શું છે કારણ..
અફઘાનિસ્તાનની ( Afghanistan ) ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાએ ( Australia ) અફઘાનિસ્તાન સાથે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો છે. ફરક માત્ર એટલો છે કે ગયા વર્ષે તે વનડે શ્રેણી હતી અને આ વખતે તે T20 શ્રેણી ( T20 series ) છે. પણ કારણ એ જ છે. આગામી ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વચ્ચે 3 ટી-20 મેચોની શ્રેણી રમવાની હતી . જો શ્રેણી માટે લીલીઝંડી આપવામાં આવી હોત તો આ શ્રેણી યુએઈમાં રમાઈ હોત
અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું શાસન છે
આમાં મુખ્ય કારણ છે, અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું ( Taliban ) શાસન છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હંમેશા મહિલા ખેલાડીઓને ( women players ) આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી મહિલાઓને કોઈ પણ રમતમાં ભાગ લેવાની સ્વતંત્રતા નથી. તાલિબાનના આ વલણથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટને દુઃખ થયું હતું. તેથી ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ઘાટકોપરમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આચારસંહિતા વચ્ચે 70 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી..
આ પહેલીવાર નથી જ્યારે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાનો ઇનકાર કર્યો હોય. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આ પહેલા પણ 3 વખત અફઘાનિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી ચૂક્યું છે.