Babar Azam: પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) હાલમાં ચાલી રહેલા ICC ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં બાંગ્લાદેશ સામેની નિર્ણાયક મેચ પહેલા આશ્ચર્યજનક કારણોસર ચર્ચામાં ચાલી રહ્યા છે. બાબર આઝમ આ વર્ષના અંતમાં લગ્ન કરી રહ્યા છે અને તેથી બાબર આઝમ ભારત (India) માં શોપિંગ કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી અનુસાર બાબર આઝમે લગ્ન માટે પરંપરાગત ભારતીય ડ્રેસ ડિઝાઇનર શેરવાની (Sherwani) પાછળ સાત લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.
આ સમાચાર આશ્ચર્યજનક છે, કારણ કે 1992 વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાનનું વર્તમાન વર્લ્ડ કપમાં પ્રદર્શન બહુ સંતોષકારક રહ્યું નથી અને તે બાંગ્લાદેશ સામેની મેચના એક દિવસ પહેલા કોલકાતા પહોંચ્યું હતું. આવી મહત્વની ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ કેપ્ટન માટે લગ્નની ખરીદીમાં વ્યસ્ત રહેવાથી ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઓ વધવાની અને વિવાદને આમંત્રિત કરવાની શક્યતા છે.
બાબર આઝમના લગ્ન આ વર્ષના અંત સુધીમાં યોજાશે…
બાબર આઝમના લગ્ન આ વર્ષના અંત સુધીમાં યોજાશે. આઝમે તેની ખરીદારી ઉત્કૃષ્ટ વર અને વધુના વસ્ત્રો માટે જાણીતા ભારતીય ડિઝાઇનર બુટિક સબ્યસાચી (Sabyasachi) ખાતે ડિઝાઇનર શેરવાની ખરીદી હતી. શેરવાની સિવાય આઝમે એક જ્વેલરી કંપની પાસેથી મોટી માત્રામાં ઘરેણાં પણ ખરીદ્યા હોવાનું કહેવાય છે. આ દરમિયાન આઝમના સંબંધીઓ પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.