News Continuous Bureau | Mumbai
Barbados Storm: બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ભારતીય ટીમ ( Team India ) ભારત પરત ફરવા માટે હવે ઉત્સુક છે. પરંતુ બેરીલ વાવાઝોડાએ ( Beryl storm ) બાર્બાડોસમાં હાલ તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે વીજ અને પાણી પુરવઠાને પણ અસર થઈ છે. ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો છે. બાર્બાડોસમાં ભારતની ટીમ અને મીડિયા કર્મીઓ અટવાયા છે. કર્ફ્યુના કારણે તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ શનિવારે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય ટીમ અને અન્ય સભ્યો સોમવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યે બાર્બાડોસથી ( Barbados ) ન્યૂયોર્ક જવા રવાના થવાના હતા. આ પછી ટીમ દુબઈ જશે. ટીમ ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા ભારત આવવાની હતી, પરંતુ જોરદાર તોફાનના ( beryl hurricane ) કારણે હવે ભારતીય ટીમ બાર્બાડોસની હોટલ હિલ્ટનમાં ફસાઈ ગઈ છે. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આજે ભારતીય ટીમ ખાસ વિમાન દ્વારા બાર્બાડોસથી રવાના થશે. જેમાં ચાર્ટર્ડ ફ્લાઇટ નવી દિલ્હીમાં ઉતરવાની સંભાવના છે.
Barbados Storm: બાર્બાડોસમાં હાલ કેટેગરી ૪ નું વાવાઝોડું છે….
બાર્બાડોસમાં હાલ કેટેગરી ૪ નું વાવાઝોડું છે. જે બાર્બાડોસના બેરીલ એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદભવે છે. ભારતીય ટીમ સાથે આ હોટલમાં ( BCCI ) બીસીસીઆઈ સચિવ જય શાહ પણ હાજર છે. તેઓ ભારતીયો અને તેમના પરિવારો સહિત તમામ ભારતીયોની વાપસીની ચાલી રહેલી તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. બાર્બાડોસનું એરપોર્ટ હરિકેન બેરીલને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેમાં એવી અપેક્ષાઓ હતી કે મંગળવારે બપોર સુધીમાં એરપોર્ટ પર કામગીરી સામાન્ય થઈ શકશે.
આ સમાચાર પણ વાંચો: Droupadi Murmu: 2022ની બેચના આઈએએસ અધિકારીઓ રાષ્ટ્રપતિને મળ્યા
બાર્બાડોસના વડા પ્રધાન મિયા મોટલીએ બેરિલ તોફાન પછી બધાને સતર્ક રહેવાની વિનંતી કરી છે. આપણે તૈયાર રહેવાની જરૂર છે, સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે બધુ સામાન્ય થઈ જાય.