News Continuous Bureau | Mumbai
Champak vs Champak: દિલ્હી હાઈકોર્ટે આઈપીએલમાં ઉપયોગમાં લેવાતા રોબોટિક કૂતરાના નામ અંગે બીસીસીઆઈને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં, ચાહકોએ BCCI ને આ રોબોટિક કૂતરાનું નામ સૂચવ્યું હતું. બીસીસીઆઈએ સીઝનની શરૂઆતમાં ચાહકોને નામ સૂચવવા વિનંતી કરી હતી. પરંતુ, હવે ચંપક મેગેઝિન આરોપ લગાવ્યો છે કે આ ટ્રેડમાર્ક નિયમોનું ઉલ્લંઘન છે. ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ કહ્યું કે ચંપક એક બ્રાન્ડ નામ છે. બીસીસીઆઈએ 4 અઠવાડિયાની અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. કોર્ટે કેસની આગામી સુનાવણી 9 જુલાઈના રોજ નક્કી કરી છે.
Champak vs Champak: રોબોટિક કૂતરાનું નામ ‘ચંપક’ રાખવામાં આવ્યું
મેગેઝિનના વકીલ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે રોબોટિક કૂતરાનું નામ ‘ચંપક’ રાખવામાં આવ્યું છે. આ રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન છે. ચંપક એક પ્રખ્યાત બ્રાન્ડ હોવાથી, તેનો વ્યાપારી રીતે પણ ઉપયોગ થાય છે. જ્યારે ન્યાયાધીશે પૂછ્યું કે આ નામ વ્યાપારી સમસ્યા કેમ બન્યું, ત્યારે વકીલે કહ્યું કે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર માર્કેટિંગ અને પ્રમોશનમાં થઈ રહ્યો છે, જેનાથી આવક થઈ રહી છે.
Champak vs Champak: ચંપક એક ફૂલનું નામ
બીસીસીઆઈના વકીલ જે સાઈ દીપકે અરજીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ચંપક એક ફૂલનું નામ છે અને લોકો રોબોટિક કૂતરાને કોઈ મેગેઝિન સાથે નહીં, પરંતુ ટીવી શ્રેણીના પાત્ર સાથે જોડી રહ્યા છે. અહીં, ન્યાયાધીશે મૌખિક રીતે અવલોકન કર્યું કે ક્રિકેટર વિરાટ કોહલીનું ઉપનામ ‘ચીકુ’ છે, જે ચંપક મેગેઝિનનું એક પાત્ર છે. તેઓએ પૂછ્યું કે પ્રકાશકે તેમની સામે પગલાં કેમ ન લીધા.
આ સમાચાર પણ વાંચો : Shashi Tharoor PM Modi : એક મંચ પર પીએમ મોદી અને થરુર, ઇન્ડિયા બ્લોકની ઉડી ગઈ ઊંઘ… વિડીયો વાયરલ થતા રાજકીય અટકળો તેજ..
Champak vs Champak: IPLમાં રોબોટિક કૂતરો રજૂ કરવામાં આવ્યો
ન્યાયાધીશે કહ્યું કે મેગેઝિને આ દાવાના સમર્થનમાં વધુ નક્કર કારણો આપવા પડશે. ન્યાયાધીશે કહ્યું, કયા વાણિજ્યિક તથ્યો સામેલ છે તે સાબિત કરતો તર્ક ક્યાં છે? સ્પર્ધા હજુ ચાલુ છે. આ સમયે નિર્ણય લેવો મારા માટે ખૂબ જ વહેલું ગણાશે. તેઓ AI-જનરેટેડ કૂતરાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ચાહકોના મતોના આધારે પસંદ કરવામાં આવ્યો હતો, તેથી તે સંપૂર્ણપણે પ્રેક્ષકોની પસંદગી છે. આ સિઝનમાં IPLમાં રોબોટિક કૂતરો રજૂ કરવામાં આવ્યો. ઘણા ખેલાડીઓ રોબોટિક કેમ ડોગ્સ સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા છે. સીએસકેના કેપ્ટન એમએસ ધોની પણ ચંપક સાથે મસ્તી કરતા જોવા મળ્યા.