Cooch Behar Trophy: પ્રખર ચતુર્વેદીએ અણનમ 404 રન બનાવી આ દિગ્ગજ ક્રિકેટરનો 24 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો.

Cooch Behar Trophy: પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફી 2023-24ની ફાઇનલમાં મુંબઈ સામે અણનમ 404 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો…

by Bipin Mewada
Cooch Behar Trophy Prakhar Chaturvedi scored an unbeaten 404 runs and broke the 24-year-old record of this legendary cricketer

News Continuous Bureau | Mumbai

Cooch Behar Trophy: કર્ણાટકના પ્રખર ચતુર્વેદીએ ( Prakhar Chaturvedi ) કૂચ બિહાર ટ્રોફી 2023-24ની ફાઇનલમાં મુંબઈ સામે અણનમ 404 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહનો ( Yuvraj Singh ) 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ડિસેમ્બર 1999માં પંજાબ તરફથી રમતા યુવરાજ સિંહે બિહાર સામે કીનન સ્ટેડિયમમાં ( Keenan Stadium ) 358 રનની ઇનિંગ રમી હતી.

જ્યારે યુવરાજ સિંહે આ ઈનિંગ રમી ત્યારે હજુ સુધી ઝારખંડની રચના થઈ ન હતી. તેથી ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ટીમનો કેપ્ટન રહી ચુકેલ મહેન્દ્ર સિંહ ધોની ( Mahendra Singh Dhoni ) પણ બિહાર તરફથી રમ્યો હતો. યુવરાજ સિંહ સાથે ધોની પણ આ મેચનો ભાગ હતો. કૂચ બિહાર ટ્રોફીની આ મેચ તેની બાયોપિક ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં બતાવવામાં આવી છે. જેમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા ભજવી હતી.

 આ બીજી વખતે જ્યારે કોઈએ 400 રનની પારી રમી છે…

એમએસ ધોનીએ તેની બાયોપિકમાં યુવરાજ સિંહની 358 રનની ઈનિંગની પ્રશંસા કરી હતી. તે તેના મિત્રોને કૂચ બિહાર ટ્રોફી મેચ વિશે કહે છે કે, પંજાબ ટીમનો એક વિકેટ પડ્યો, ત્યારબાદ યુવરાજ સિંહ આવ્યો અને જોરદાર બેટીંગ કરી અમારી ટીમના બધા બોલરોને થકવી દીધા હતા.” યુવરાજ સિંહે આ ઇનિંગમાં 40 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જેમાં તેણે કુલ 404 બોલનો સામનો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Scam Alert: હેવ રામ મંદિરના આમંત્રણના નામે ચાલી રહ્યું છે આ કૌભાંડ.. .. તેથી સાવચેત રહો.. તમે પણ અટવાઈ શકો છો..

આ બીજી વખત છે જ્યારે કોઈ બેટ્સમેને BCCIની અંડર-19 ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમાં 400થી વધુ રન બનાવ્યા છે. પ્રખર પહેલા, વિજય જોલે 2011-12 સીઝનમાં આસામ સામે મહારાષ્ટ્ર માટે 451 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ટુર્નામેન્ટમાં આ સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. પ્રખર ચતુર્વેદીની 404 રનની અણનમ ઇનિંગને કારણે કર્ણાટકે ( Karnataka ) પ્રથમ દાવની લીડના આધારે મુંબઈને હરાવ્યું હતું. મુંબઈએ પ્રથમ દાવમાં 380 રન બનાવ્યા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More