News Continuous Bureau | Mumbai
Cricket : ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 434 રનથી અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો. ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત હતી. આ જીત સાથે તેણે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ( Test Cricket ) 2-1ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમની જીતમાં ત્રણ ડેબ્યૂ ખેલાડીઓએ ( Cricketers ) મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ત્રણ ખેલાડીઓ છે યશસ્વી જયસ્વાલ ( Yashasvi Jaiswal ) , સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલ.
જ્યારે યશસ્વીએ બેવડી સદી ફટકારીને ઈંગ્લેંડના ( Ind Vs Eng ) ખેલાડીઓને સ્તબ્ધ કરી દીધા હતા, ત્યારે સરફરાઝે ( Sarfaraz Khan ) ડેબ્યૂ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં મજબૂત અડધી સદી ફટકારી હતી. તો જુરેલે પણ પોતાના ડેબ્યૂમાં 46 રનની જરુરી ઇનિંગ રમીને સહુને પ્રભાવિત કર્યા હતા. જો જોવામાં આવે તો યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલની ( Dhruv Jurel ) ટીમ ઈન્ડિયા ( Team India ) સુધી પહોંચવાની સફર સરળ નહોતી. તો ચાલો કરીએ યશસ્વી, સરફરાઝ અને જુરેલના ‘ક્રિકેટ સંઘર્ષ’ પર એક નજર –
વાત કરીએ ભદોહીથી મુંબઈ પહોંચેલા યશસ્વી જયસ્વાલની, તો તેમની કહાની ખૂબ જ હૃદયસ્પર્શી છે. તે ડેરીમાં કામ કરતો હતો અને ગોલગપ્પા પણ વેચતો હતો. યુપીના ભદોહીમાં 28 ડિસેમ્બર 2001ના રોજ જન્મેલા યશસ્વી 12 વર્ષની ઉંમરે મુંબઈ પહોંચ્યો હતો અને આઝાદ મેદાનમાં ક્રિકેટની એબીસીડી શીખી હતી. અહીં તે મુસ્લિમ યુનાઈટેડ ક્લબના કોચ ઈમરાન સિંહના સંપર્કમાં આવ્યો હતો. કોચ ઈમરાને કહ્યું કે જો તે મેચમાં સારુ પ્રદર્શન કરશે. તો તેને આ મેદાનના ટેન્ટમાં રહેવા મળશે. જે બાદ એક દિવસના કોચ જ્વાલા સિંહે યશસ્વી બેટીંગની નોંધ લીધી હતી. આ પછી કોચ જ્વાલાએ યશસ્વીને તૈયાર કરવાનું કામ હાથમાં લીધું અને તેને ઉપનગરીય સાંતાક્રુઝમાં આવેલી તેની કોચિંગ સંસ્થામાં લઈ ગયા હતા
યશસ્વીના જીવનમાં મોટો યુ-ટર્ન ઓક્ટોબર 2019માં આવ્યો, જ્યારે તેણે વિજય હજારે ટ્રોફીમાં 113, 22, 122, 203 અને અણનમ 60 રનની ઇનિંગ્સ રમી. પછીના વર્ષે, યશસ્વીએ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી, જ્યાં તે ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ હતો અને ટીમ રનર-અપ રહ્યો હતો.
The joy and appreciation say it all! ☺️ 👏
Where were you when Yashasvi Jaiswal scored his second Double Ton in Tests 🤔
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/kun7eMiFdw
— BCCI (@BCCI) February 18, 2024
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં છ ઇનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે..
ઉલ્લેખનીય છે કે, યશસ્વી જયસ્વાલે ભારત માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ અને 17 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં યશસ્વીએ 71.75ની એવરેજથી 861 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદી સામેલ છે. તે જ સમયે, T20 ઇન્ટરનેશનલમાં યશસ્વીના નામે 33.46ની એવરેજથી 502 રન છે. યશસ્વીએ ટી20 ઈન્ટરનેશનલમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે.
આ સમાચાર પણ વાંચો : Sudhanshu pandey: વનરાજ એટલે કે સુધાંશુ પાંડે ના રિયલ દીકરા ને જોઈ રીલ દીકરા ને ભૂલ્યા લોકો, તસવીર જોઈ તમે પણ રહી જશો દંગ
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં છ ઇનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે, જેમાં બે બેવડી સદી અને એક અડધી સદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન, યશસ્વીનો સ્ટ્રાઈક-રેટ 81.1 હતો અને સરેરાશ 109 હતો. યશસ્વીનો સ્ટ્રાઈક રેટ ઓલી પોપ (65.66), જો રૂટ (49.94), જેક ક્રોલી (67.06) અને બેન સ્ટોક્સ (57.22) જેવા ઈંગ્લિશ બેટ્સમેન કરતાં સારો રહ્યો છે. યશસ્વીએ વર્તમાન શ્રેણીમાં 50 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે તેણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી 332 રન બનાવ્યા છે.
From The Huddle! 🔊
A Test cap is special! 🫡
Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️
You Can Not Miss This!
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7
— BCCI (@BCCI) February 15, 2024
વાત કરીએ ધ્રુવ જુરેલની તો, 21 જાન્યુઆરી 2001ના રોજ આગ્રામાં જન્મેલા ધ્રુવ જુરેલ 2020માં અંડર-19 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાનો વાઇસ-કેપ્ટન હતો. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે, તે સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતો હતો.
ધ્રુવ જુરેલના પિતા નેમ સિંહ જુરેલ કારગીલ યુદ્ધમાં લડ્યા છે. ધ્રુવ તેના પિતાની જેમ આર્મીમાં જોડાવા માંગતો હતો. આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતાં ધ્રુવે સ્વિમિંગ શીખ્યું હતું. આ પછી જ્યારે તેણે સ્ટ્રીટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તે ક્રિકેટના પ્રેમમાં પડી ગયો હતો. ધ્રુવે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તે અભ્યાસમાં હોશિયાર નહોતો. પરંતુ તેને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો.
જુરેલ સમજી ગયો હતો કે તેનું ભવિષ્ય માત્ર ક્રિકેટમાં છે…
જોકે નેમ સિંહે ક્યારેય પોતાના પુત્રને ક્રિકેટ રમવાનું સમર્થન કર્યું નથી. જુરેલે કહ્યું હતું કે એક દિવસ તેના પિતા અખબાર વાંચી રહ્યા હતા અને અચાનક તેમને કહ્યું કે એક ક્રિકેટર છે. જેનું નામ પણ તમારા જેવું છે, તેણે મેચમાં ઘણા રન બનાવ્યા છે. તે દિવસે ધ્રુવ ડરી ગયો હતો, કારણ કે તેણે તેના પિતાને કહ્યું ન હતું કે તે ક્રિકેટર છે. આ કારણે ધ્રુવને ડર હતો કે તેના પિતા તેને ક્રિકેટ છોડવાનું કહેશે.
હવે જુરેલ સમજી ગયો હતો કે તેનું ભવિષ્ય માત્ર ક્રિકેટમાં છે. તેને 14 વર્ષની ઉંમરે એક કિટ જોઈતી હતી. પરંતુ તેના પિતાએ તેને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. ત્યારબાદ તેની માતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે સોનાની ચેઈન વેચી દીધી હતી. જુરેલે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેને કાશ્મીર વિલો બેટ ખરીદવું હતું, જે તે સમયે લગભગ 1500-2000 રૂપિયા હતું, તે તેના માટે મોંઘું પણ હતું, પરંતુ તેના પિતાએ આ બેટ ખરીદ્યું હતું. પરંતુ જ્યારે આખી કિટબેગની વાત આવી ત્યારે તે રેન્જની બહાર હતી.
આ પછી, ધ્રુવે પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો અને પરિવારના સભ્યોને ધમકી આપી કે જો તેમને ક્રિકેટ કીટ નહીં મળે તો તે ભાગી જશે. આનાથી તેની માતા ભાવુક થઈ ગઈ અને તેણે તેની સોનાની ચેઈન મારા પિતાને આપી અને તેને તે વેચીને એક કીટ લેવા કહ્યું. તે પછી તે ખૂબ જ ખુશ હતો, જો કે, જ્યારે તે મોટો થયો, ત્યારે જુરેલને સમજાયું કે તેની માતાનું સોનાના ધરેણા વેચવાનું બલિદાન કેટલું મોટું છે. આ ઈન્ટરવ્યુમાં તેણે કબૂલ્યું હતું કે, તેને તેના પિતાને બ્લેકમેલ કરવાનો અફસોસ છે.
ઉલ્લેખનીય છે કે, 23 વર્ષના ધ્રુવ જુરેલે IPL 2023માં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. IPL 2023માં, જુરેલે 13 મેચોમાં 21.71ની એવરેજ અને 172.73ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા. IPLમાં ડેથ ઓવર (17-20)માં ધ્રુવ જુરેલનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો રહ્યો છે. નોંધનીય છે કે, IPLની 15મી સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સે જુરેલને 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
26 વર્ષના સરફરાઝ ખાનની કહાની પણ ઘણી પ્રેરણાદાયી છે..
IPL 2023ની સિઝનમાં ધ્રુવના રનના આંકડા ભલે ઓછા રહ્યા હોય, પરંતુ તેણે કેટલીક ઇનિંગ્સ રમી જે આકર્શક રહી છે. જુરેલે ભારતીય ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કર્યું હતું. 5 એપ્રિલ 2023 ના રોજ, તેણે ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે 15 બોલમાં 32 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે પણ આશ્ચર્યજનક છે કે જુરેલ સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રમ્યો હતો, જેની પહેલા તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. .
આ સમાચાર પણ વાંચો : Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે પોતાની દિલ ની વાત વ્યક્ત કરતા સુકેશ ચંદ્રશેખરે ફરી લખ્યો લવ લેટર, જાણો મહાઠગ એ પત્ર માં શું લખ્યું છે.
દરમિયાન, 26 વર્ષના સરફરાઝ ખાનની કહાની પણ ઘણી પ્રેરણાદાયી છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે લગભગ 70 ની એવરેજ ધરાવતા બેટ્સમેને તેની પ્રથમ ટેસ્ટ મેચ રમતા પહેલા 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમવી પડે. આનો અર્થ એ થયો કે સરફરાઝની કારકિર્દીમાં દરેક વસ્તુઓ સરળતાથી ચાલી નથી અને તેને ભારતીય ટીમમાં રમવા માટે લાંબો સમય રાહ જોવી પડી.
એવું પણ કહેવાતું હતું કે સરફરાઝનું વજન વધારે છે…એટલે જ તેની પસંદગી કરવામાં આવતી ન હતી. ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને આઈપીએલ સુધી તેના શરીરને લઈને ઘણા જોક્સ બન્યા હતા. કોઈપણ યુવકને આ રીતે ટ્રોલ કરવામાં આવે તો તે માનસિક રીતે હતાશ થઈ જાય છે. પરંતુ સરફરાઝે પોતાની જાત પર કામ કરવાનું ચાલુ રાખ્યું અને આખરે એ સાબિત કરવામાં સફળ થયો કે સ્લિમ અને ટ્રિમ દેખાવું એ ફિટનેસ નથી. ફિટનેસમાં બોડી શેપ પણ મહત્વનો ભાગ ભજવે છે.
સરફરાઝ ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે, જોકે તે મુંબઈમાં રહે છે. સરફરાઝના પિતા નૌશાદે પોતાના બાળકોની કારકિર્દી સુધારવા માટે મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. સરફરાઝ તેના પરિવાર સાથે કુર્લાની ટેક્સીમેન કોલોનીમાં રહે છે. નૌશાદ પોતે તેમના ત્રણ પુત્રો સરફરાઝ ખાન, મુશીર ખાન અને મોઈન ખાનને પણ તાલીમ આપે છે. નૌશાદ પોતાના ગામમાંથી ઘણા બાળકોને મુંબઈ લાવ્યા અને તેમને ક્રિકેટની તાલીમ આપી હતી. નોંધનીય છે કે તેઓ ઈકબાલ અબ્દુલ્લા અને કામરાન ખાન ખાન જેવા સ્ટાર ખેલાડીઓના કોચ રહી ચૂક્યા છે.
નૌશાદ ખાનની મહેનત હવે રંગ લાવી છે અને હવે સરફરાઝે ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું છે. સરફરાઝે અત્યાર સુધી 46 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4042 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 13 અડધી સદી સામેલ છે. સરફરાઝ ખાનનો સર્વોચ્ચ સ્કોર અણનમ 301 છે અને સરેરાશ 71 (70.91)ની આસપાસ છે. સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ એવરેજના સંદર્ભમાં દિગ્ગજ ખેલાડીઓને સ્પર્ધા આપી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે સરફરાઝની એવરેજ છેલ્લી ત્રણ રણજી ટ્રોફી સિઝનમાં 100થી ઉપર રહી છે.
શ્રેષ્ઠ બેટિંગ એવરેજ ફર્સ્ટ ક્લાસ મેચ (ઓછામાં ઓછી 50 ઇનિંગ્સ)
ડોન બ્રેડમેન – 234 મેચોમાં 28067 રન, 95.14 એવરેજ
વિજય મર્ચન્ટ – 150 મેચમાં 13470 રન, 71.64 એવરેજ
જ્યોર્જ હેડલી – 103 મેચમાં 9921 રન, 69.56 એવરેજ
સરફરાઝ ખાન – 46* મેચમાં 4042 રનની સરેરાશ,
આ સમાચાર પણ વાંચો : Pune Crime: પુણેમાં મીઠાની આડમાં થતો આંતરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પદાર્ફાશ.. આટલા કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત.. ત્રણની ધરપકડ
સરફરાઝ ખાને રાજકોટના મેદાન પર પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 62 શાનદાર રન બનાવ્યા હતા, પરંતુ કમનસીબે તે રનઆઉટ થયો હતો. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ સરફરાઝ ખાને યાદગાર પ્રદર્શન કર્યું હતું અને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. સરફરાઝ તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ દરમિયાન બંને ઇનિંગ્સમાં 50+ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સરફરાઝ પહેલા માત્ર દિલાવર હુસૈન, સુનીલ ગાવસ્કર અને શ્રેયસ અય્યર જ આ કરી શક્યા હતા.
ટેસ્ટ ડેબ્યૂ પર દરેક ઇનિંગ્સમાં 50+ સ્કોર (ભારત)
દિલાવર હુસૈન 59 અને 57 વિ ઈંગ્લેન્ડ, 1934
ગાવસ્કર 65 અને 67* વિ વેસ્ટ ઈન્ડિઝ, 1971
શ્રેયસ ઐયર 105 અને 65 વિ ન્યુઝીલેન્ડ, 2021
સરફરાઝ ખાન 62 અને 68* વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)