Site icon

ICC Awards 2023: ICC એવોર્ડ્સમાં ભારતનું વર્ચસ્વ… પાકિસ્તાન ગાયબ… જુઓ સંપૂર્ણ યાદી

ICC Awards 2023: ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન પેટ કમિન્સને 2023ના પુરૂષોના એકંદર શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે મહિલાઓમાં આ સન્માન ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર નેટ શિવર્સ બ્રન્ટને મળ્યું હતું.

ICC Awards 2023 India Dominates ICC Awards...Pakistan Missing...

ICC Awards 2023 India Dominates ICC Awards...Pakistan Missing...

News Continuous Bureau | Mumbai 

ICC Awards 2023: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC )  દ્વારા વર્ષ 2023 માટેના પુરસ્કારોની ( Awards ) જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે ચૂંટાયા હતા. ઇંગ્લિશ ક્રિકેટર નેટ-સાયવર બ્રન્ટે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો.

Join Our WhatsApp Community

જ્યારે ભારતના ( Team India ) વિરાટ કોહલી ( Virat Kohli ) અને સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav ) પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. કોહલી મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર ( ODI Cricketer of the Year ) બન્યો છે, જ્યારે સૂર્યા મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. આઈસીસીએ વર્ષ 2023 માટે સૂર્યાની ટી-20 ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી કરી હતી, જ્યારે રોહિત શર્માને ( Rohit Sharma ) ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ખાસ વાત એ છે કે ICC એવોર્ડ્સ 2023માંથી પાકિસ્તાનનો સફાયો થઈ ગયો છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી (પુરુષ અને મહિલા બંને) એવોર્ડ જીતી શક્યો નથી. આ ઉપરાંત, કોઈપણ પાકિસ્તાની ખેલાડીને ICCની ટેસ્ટ, ODI કે T20 ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. ખાસ વાત એ છે કે યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ ICC મેન્સ T20I ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.

ICC પુરસ્કારો 2023 ની સંપૂર્ણ યાદી –

1. મહિલા ક્રિકેટર ઓફ ધ યર (રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી): નેટ સાયવર-બ્રન્ટ (ઈંગ્લેન્ડ)
2. મહિલા ટી20 ક્રિકેટર ઓફ ધ યર: હેલી મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ)
3. મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર વર્ષ : ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા)
4. ઉભરતી મહિલા ક્રિકેટર ઓફ ધ યર: ફોબો લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા)
5. મહિલા સહયોગી ક્રિકેટર ઓફ ધ યર: ક્વિન્ટર એબેલ (કેન્યા)
6. મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર: વિરાટ કોહલી (ભારત)
7. મેન્સ ક્રિકેટર ઓફ ધ યર (સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી): પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)
8. મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા)
9. મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર: સૂર્યકુમાર યાદવ (ભારત)
10. ઉભરતા મેન્સ ક્રિકેટર પ્લેયર ઓફ ધ યર: રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ)
11. મેન્સ એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર: બાસ ડી લીડે (નેધરલેન્ડ)
12.આઈસીસી અમ્પાયર ઓફ ધ યર: રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)
13.આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ: ઝિમ્બાબ્વે

આ સમાચાર પણ વાંચો :  Uday Deshpande : મહારાષ્ટ્રના મલખમ પિતામહ ઉદય દેશપાંડેને મળશે પદ્મશ્રી.. 50 દેશોના આટલાથી વધુ લોકોને આપ્યું પ્રશિક્ષણ.

ICC પુરુષોની T20I ટીમ 2023: ફિલ સોલ્ટ, યશસ્વી જયસ્વાલ , નિકોલસ પૂરન (wk), સૂર્યકુમાર યાદવ (c) , માર્ક ચેપમેન, સિકંદર રઝા, અલ્પેશ રમઝાની, માર્ક અદાયર, રવિ બિશ્નોઈ , રિચાર્ડ નગરાવા.

ICC મેન્સ ટેસ્ટ ટીમ 2023: ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા , એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), આર. અશ્વિન , મિશેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

ICC મેન્સ ODI ટીમ 2023: રોહિત શર્મા (કેપ્ટન) , શુભમન ગિલ , ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન (wk), માર્કો જેન્સન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ , કુલદીપ યાદવ , મોહમ્મદ શમી .

ICC મહિલા ODI ટીમ 2023: ફોબી લિચફિલ્ડ, ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), એલિસા પેરી, એમેલિયા કેર, બેથ મૂની (wk), નેટ સાયવર-બ્રન્ટ, એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, નાદીન ડી ક્લાર્ક, લી તાહુહુ, નાહિદા અખ્તર.

ICC મહિલા T20I ટીમ 2023: ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), બેથ મૂની (wk), લૌરા વોલ્વાર્ડ, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, એલિસા પેરી, એશ્લે ગાર્ડનર, દીપ્તિ શર્મા , સોફી એક્લેસ્ટોન, મેગન સ્કૂટ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Exit mobile version