ICC Board: ICCનો મોટો નિર્ણય.. ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડીઓ પર આંતરરાષ્ટ્રીય મેચ રમવા પર લગાવ્યો પ્રતિબંધ.. જાણો વિગતે..

ICC Board: ICC બોર્ડે તેની બેઠકમાં, ટ્રાન્સજેન્ડર ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય મહિલા રમતમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ICC બોર્ડે રમતગમતના હિતધારકો સાથેની વાતચીત બાદ આંતરરાષ્ટ્રીય રમત માટે નવા લિંગ પાત્રતા નિયમોને મંજૂરી આપીને મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે…

by Bipin Mewada
ICC Board Big decision of ICC.. Transgender women players banned from playing international matches..

News Continuous Bureau | Mumbai

ICC Board: ICC બોર્ડે ( ICC Board ) તેની બેઠકમાં, ટ્રાન્સજેન્ડર (કિન્નર) ક્રિકેટરોને ( transgender cricketers ) આંતરરાષ્ટ્રીય મહિલા રમત ( International women Cricket ) માં ભાગ લેવા પર પ્રતિબંધ ( restriction ) મૂક્યો હતો. ICC બોર્ડે રમતગમતના હિતધારકો સાથેની વાતચીત બાદ આંતરરાષ્ટ્રીય રમત ( International game ) માટે નવા લિંગ પાત્રતા નિયમોને મંજૂરી આપીને મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ ( Female transgender players ) પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમની બે વર્ષમાં સમીક્ષા કરવામાં આવશે.

ICCના નિર્ણયની અસર ડેનિયલ મેકગી ( Danielle McGahey ) પર પડશે, જે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર ખેલાડી બની હતી. ડેનિયલ મેકગી મૂળ ઓસ્ટ્રેલિયાની છે, પરંતુ 2020માં કેનેડામાં આવી અને 2021માં પુરુષમાંથી સ્ત્રીમાં બની ગઈ હતી. સપ્ટેમ્બર 2023માં, તે કેનેડા તરફથી મહિલા T20 અમેરિકા ક્વોલિફાયરમાં રમી હતી.

ICCના નવા નિયમો હેઠળ, કોઈપણ પુરુષ-થી-મહિલા ખેલાડી (ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડી અથવા પુરૂષ લિંગ પરિવર્તન પુરૂષ ખેલાડી) જે કોઈપણ પ્રકારની પુરૂષ તરુણાવસ્થામાંથી પસાર થયા હોય તેમને આંતરરાષ્ટ્રીય મહિલા મેચોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ICCનો નવો નિયમ મહિલા રમતની અખંડિતતા, સુરક્ષા, નિષ્પક્ષતા અને સમાવેશને જાળવવા માટે બનાવવામાં આવ્યો છે.

 ICCનો આ નિર્ણય માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા મેચો પર જ લાગુ થશે….

મંગળવારે જારી ICC પ્રેસ રિલીઝ અનુસાર, આ નિર્ણય ડૉ. પીટર હાર્કોર્ટની અધ્યક્ષતાવાળી ICC મેડિકલ સલાહકાર સમિતિની સમીક્ષા પર આધારિત છે. ICCનો આ નિર્ણય માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા મેચો પર જ લાગુ થશે. જ્યારે સ્થાનિક સ્તરે લિંગ પાત્રતા અંગે સભ્ય બોર્ડ શું નિર્ણય લે છે તે તેમના પર નિર્ભર રહેશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રના બે પોલીસકર્મીઓ કોર્ટમાં મોડા પહોંચતા, જજે આપી ઘાસ કાપવાની સજા.. જાણો સમગ્ર મામલો વિગતે..

આઈસીસીના બોર્ડે આ નિર્ણયને મંજૂરી આપી છે. બોર્ડના સભ્યોએ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા મહત્ત્વના લોકો સાથે આ મુદ્દે 9 મહિના સુધી ચર્ચા કરી હતી અને આખરે એમણે આ નીતિવિષયક નિર્ણય લીધો છે. મહિલાઓની રમતની અખંડતા, નિષ્પક્ષતા, મહિલા ખેલાડીઓની સલામતી તથા ન્યાયીપણાનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક સ્તરની ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર અને પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી કરાવનારાઓને રમાડવા કે નહીં એ નિર્ણય આઈસીસીએ સંસ્થાના વ્યક્તિગત સભ્ય રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ પર છોડ્યો છે. એ નિર્ણય તેમણે સ્થાનિક કાયદાનુસાર લેવાનો રહેશે. આઈસીસીએ એમ પણ કહ્યું છે કે તે પોતાના નિર્ણયની બે વર્ષની અંદર સમીક્ષા કરશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More