News Continuous Bureau | Mumbai
World Cup 2023: અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ(England) અને અફઘાનિસ્તાન(Afghanistan) વચ્ચે વર્લ્ડ કપની 13મી વનડે મેચમાં અફઘાનિસ્તાને અપસેટ સર્જયો છે, જેમાં ઇંગ્લેન્ડને 69 રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
આ વર્ષની 13મી મેચ (World Cup AFG vs ENG) એટલે કે 2023 ODI વર્લ્ડ કપ ગઈકાલે એટલે કે 15 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ વખતે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે.
અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો છે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને 69 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં(points table) અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. 40.3 ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઇંગ્લેન્ડ વતીથી હેરી બ્રુકે 61 બોલમાં 66 રને નોંધપાત્ર રન માર્યા હતા, જ્યારે તેના સિવાય ડેવિડ મલને 39 બોલમાં 32 રન, જ્યારે આદિલ રસિદે 13 બોલમાં 20 રન કર્યા હતા.
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝદરાન અને ગુરબાઝે પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, ઈંગ્લેન્ડે બાઉન્સ બેક કર્યું અને બેક ટુ બેક વિકેટો લીધી હતી. અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝના 57 બોલમાં 80 રન, ઇકરામ અલી ખિલના 58 રન અને મુજીબ ઉર રહેમાનના 16 બોલમાં 28 રનની મદદથી ઈંગ્લેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઈનિંગમાં અફઘાનિસ્તાને પહેલી વિકેટ 114 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ મિડલ ઓર્ડરના ફ્લોપને કારણે ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી.
Pure joy 🥰 🇦🇫#CWC23 #ENGvAFG pic.twitter.com/JzQWnodTlD
— ICC (@ICC) October 15, 2023
મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી….
અફઘાનિસ્તાનના 285 રનના પડકારનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. જોની બેયરસ્ટો પ્રથમ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. રૂટ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 11 રન બનાવીને મુજીબનો પહેલો શિકાર બન્યો હતો. ડેવિડ માલાને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે જીતના પ્રયાસમાં 66 રન બનાવ્યા હતા, પરંતુ મુજીબે તેની વિકેટ લઈને ઈંગ્લેન્ડના ઉત્સાહને ઠંડો પાડી દીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ નબીએ બે વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમે શનિવારે પાકિસ્તાન સામેની જીત સાથે ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક નોંધાવી છે અને તે ટોચના સ્થાને છે. આ સિવાય ન્યૂઝીલેન્ડે પણ પોતાની પ્રથમ ત્રણ મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત અને ન્યુઝીલેન્ડનો સ્કોર સમાન છે પરંતુ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ સારો છે. પ્રથમ બે મેચ જીતનાર દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ સરખા છે અને પાકિસ્તાની ટીમ ચોથા સ્થાને છે.
ઈંગ્લેન્ડ હાલમાં 2 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેમજ આ ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ 2 પોઈન્ટ સાથે સીધા છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ પણ એક જીત સાથે બે પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
Afghanistan shocked the defending champions at #CWC23 with a solid all-round performance 👌#ENGvAFG Match report 👇
— ICC (@ICC) October 15, 2023
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : જો બાયડેને સૌને ચોંકાવ્યાં, ઈઝરાયલને કહ્યું – ગાઝા પર કબજો મોટી ભૂલ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..