Site icon

Hardik Pandya : ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હજુ આટલી મેચ નહીં રમે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા!

Hardik Pandya : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી હતી કે તેને તરત જ મેદાન છોડવું પડ્યું હતું. આ પછી તે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પણ જોવા મળ્યો ન હતો. હવે આગામી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને નવીનતમ અપડેટ આવી છે.

Hardik Pandya : ICC World Cup, India vs England: Will Hardik Pandya be available to play against England?

Hardik Pandya : ICC World Cup, India vs England: Will Hardik Pandya be available to play against England?

News Continuous Bureau | Mumbai 

Hardik Pandya : આગામી રવિવારે ટીમ ઇન્ડિયા ( Team India ) ઈંગ્લેન્ડની  ( England ) ટીમ સામે ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં બાંગ્લાદેશ ( Bangladesh ) સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેથી તે પોતાની ઓવર પૂરી કરી શક્યો ન હતો. તેની ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. પગની (Ankle ) ઘૂંટીની (Injury ) ઈજા તેને રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર રાખશે. તેમજ 2 નવેમ્બરે શ્રીલંકા ( Sri Lanka ) સામેની આગામી મેચમાં તેના રમવાની શક્યતાઓ પણ ઓછી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023: પાકિસ્તાન કોઇ મેચ ના જીતે…પોતાની જ ટીમ માટે આ ક્રિકેટરે ઓક્યું ઝેર…જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

આ મેચમાં રમે તેવી શક્યતા

હાર્દિક ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આથી તે વર્લ્ડ કપની આગામી બે મેચ રમી શકશે નહીં. જોકે, હાર્દિક 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામેની મેચમાં રમે તેવી શક્યતા છે. જે બાદ તે નેધરલેન્ડ સામેની મેચમાં રમે તેવી શક્યતા છે. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

હાર્દિક પંડયા બે મેચ રમશે નહીં

એકેડમીએ કહ્યું કે, હાર્દિકને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. તે સંપૂર્ણ ફિટ ન હોવાથી આગામી બે મેચ રમશે નહીં. જો કે એકેડમીએ એમ પણ કહ્યું છે કે તે મુંબઈ અથવા કોલકાતામાં યોજાનારી મેચમાં ટીમમાં રમી શકે છે. ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની તમામ મેચો જીતી હોવાના કારણે ટીમનું મનોબળ વધ્યું છે. સાથે જ ટીમને જીતનો દોર મળ્યો છે. તેથી જો હાર્દિક સેમીફાઈનલના સમય સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તો ટીમને તેનો ફાયદો થશે. તેથી, તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેને તાત્કાલિક ટીમમાં રમવા માટે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version