News Continuous Bureau | Mumbai
IND vs NED: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) તેની તમામ લીગ મેચો જીતીને ICC ODI વર્લ્ડ કપ (World Cup 2023) ની સેમિફાઇનલમાં પ્રવેશી છે. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા (India) એ નેધરલેન્ડ (Netherland) સામે જીત મેળવીને પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 4 વિકેટે 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતીય ટીમે તેનું વર્લ્ડ કપ વિજેતા અભિયાન જારી રાખ્યું છે. સતત 8 જીત નોંધાવ્યા બાદ નેધરલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમનાર ટીમ ઈન્ડિયાએ 160 રનની મોટી જીત સાથે લીગ સ્ટેજ સમાપ્ત કર્યું છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વિસ્ફોટક સદીની ઇનિંગ્સના આધારે ભારતે 4 વિકેટે 410 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેધરલેન્ડે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમગ્ર ટીમ 250 રન સુધી જ સિમિત રહી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને એક-બે નહીં પરંતુ 9 બોલરોને તક આપી હતી, જેમાં તે પોતે પણ સામેલ હતો.
વિરાટ કોહલીએ 3 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી હતી..
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે નેધરલેન્ડ સામે બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. મેચ ખતમ થયા બાદ જ્યારે કેપ્ટન રોહિતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જ્યારે તમારી પાસે માત્ર 5 બોલર છે તો તમે તમારી ટીમમાં કેટલાક વિકલ્પો બનાવવાનો પ્રયાસ કરો છો. આજે અમારી પાસે 9 વિકલ્પો હતા. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આજની મેચ એવી હતી જેમાં અમે કેટલીક વસ્તુઓ અજમાવી હતી. અમારા ફાસ્ટ બોલરો વાઈડ યોર્કર અજમાવી રહ્યા હતા જ્યારે તેની જરૂર ન હતી પરંતુ અમે તેને અજમાવવા માંગતા હતા. બોલિંગ યુનિટ તરીકે અમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારે જોવાનું હતું કે આમાંથી શું મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : ‘તમારે હા કહેવું પડશે નહીંતર…’, રોહિતને કેપ્ટનશીપ મળવા પર ગાંગુલીનો મોટો ખુલાસો.. જાણો વિગતે..
ભારતીય ટીમના મુખ્ય બોલરો ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નેધરલેન્ડ સામે બોલિંગ કરી હતી. બંનેને 1-1 વિકેટ મળી હતી. વિરાટ કોહલીએ 3 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી જ્યારે કેપ્ટન રોહિતે માત્ર 5 બોલ ફેંક્યા અને 1 વિકેટ મળી. રોહિત શર્માએ નેધરલેન્ડની છેલ્લી વિકેટ લીધી હતી જેના માટે તેણે 7 રન આપ્યા હતાં. વર્લ્ડ કપમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હવે સેમીફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડનો પડકાર છે. જો ભારત આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે ફાઇનલમાં પ્રવેશ કરશે.