IND vs NZ : ક્રિકેટ પ્રેમીઓ પેઢીઓ સુધી યાદ રાખશે…”, મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કાયલ થયા PM મોદી, ટીમને પાઠવી શુભકામનાઓ… જુઓ અહીં..

IND vs NZ Cricket lovers will remember for generations..., PM Modi praises Mohammad Shami's brilliant bowling, and wishes the team

News Continuous Bureau | Mumbai

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાયેલી સેમીફાઈનલ ( Semi Final ) મેચમાં ( World Cup 2023 ) ભારતીય ટીમે ( Team India ) 70 રને જીત મેળવી છે . ભારતે પ્રથમ બેટિંગ કરતા 398 રન બનાવ્યા હતા. આ રનનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડની ટીમ 327 રન પર જ સિમિત રહી ગઈ હતી.

આ જીત સાથે ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પ્રવેશી છે. ન્યૂઝીલેન્ડના ડેરેલ મિશેલે 134 રનની શાનદાર સદી ફટકારી હતી. પરંતુ મોહમ્મદ શમી ( Mohammed Shami ) એ એકલા હાથે સાત વિકેટ લઈને કિવીઓને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) એ ભારતીય ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ કરીને મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા.

 શું કહ્યું વડાપ્રધાને?

ટીમ ઈન્ડિયાને અભિનંદન! ભારતે સારું પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને ફાઇનલ મેચ માટે શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારતે અદ્ભુત બેટિંગ અને બોલિંગના જોરે જીત પર મહોર મારી. આજની સેમીફાઈનલ ખાસ હતી. મોદીએ મોહમ્મદ શમીના વખાણ કરતા કહ્યું છે કે ODI વર્લ્ડ કપમાં તેનું બોલિંગ પ્રદર્શન ક્રિકેટ પ્રેમીઓ અને આવનારી પેઢીઓ યાદ રાખશે.

આ સમાચાર પણ વાંચોઃ S Jaishankar: કેનેડાએ હજુ સુધી ભારતને પુરાવા આપ્યા નથી, એસ જયશંકરે લંડનમાં ટ્રુડોને આપ્યો સણસણતો જવાબ.. જુઓ વિડીયો..

ભારતે આ મેચ જીતી લીધી છે અને હવે તેઓ 19 નવેમ્બરે ફાઈનલ મેચ જીતીને ઈતિહાસ રચવા માંગે છે. 2019માં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને બહાર ધકેલાઈ ગઈ હતી. ભારતે હવે આ વર્ષે તે હારનો બદલો લીધો છે.

ન્યુઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન): ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (સી), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (ડબ્લ્યુ), મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (w), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ