News Continuous Bureau | Mumbai
IND vs SA: વર્લ્ડકપ 2023 ( World Cup 2023 ) માં ભારત ( Team India ) અને સાઉથ આફ્રિકા ( South Africa ) વચ્ચે મેચ શરૂ થઈ છે. કોલકાતાના ઐતિહાસિક મેદાન ‘ઈડન ગાર્ડન્સ’માં બંને ટીમ આમને-સામને છે. અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ ( Batting ) કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા ના પ્લેઈંગ-11માં ( playing-11 ) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે સાઉથ આફ્રિકા (South Africa) વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે.
Rohit Sharma wins the toss and India bat first in Kolkata 🏏#CWC23 | #INDvSA 📝: https://t.co/mJRnUHjz5z pic.twitter.com/sSlCW650BD
— ICC (@ICC) November 5, 2023
રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, ‘આ સારી પિચ છે. મને આ મેદાન પર મેચ રમવી પસંદ છે. આખી ભારતીય ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમવાનું પસંદ કરે છે. અમે અમારા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આજની મેચ સારી રહેશે. કારણ કે, આ મેચ પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો વચ્ચેની મેચ છે.
ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં…
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, ‘અમે પણ અહીં પ્રથમ બેટિંગ કરવા માંગતા હતા, પરંતુ હવે બોલિંગ કરવી પડશે. આ એક સારો પડકાર હશે. અમારે એક વિભાગમાં સુધારો કરવો પડશે. આજે અમારી ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ ABP Cvoter Opinion Polls: રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસ ? સર્વે પોલના આવ્યા ચોંકાવનારા તારણો.. જાણો વિગતે અહીં..
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા(કેપ્ટન), ક્વિંટન ડિ કોક,રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, કગિસો રબાડા, લુંગી એનગિડી