News Continuous Bureau | Mumbai
India in Final : ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની સેમીફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું અને ભારતીય ટીમ અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ કપની વનડે સેમીફાઈનલમાં મેચ દરમિયાન મુંબઈ (Mumbai) ના વાનખેડે મેદાન પર 700થી વધુ રનનો વરસાદ થયો હતો. પરંતુ, અંતે ન્યૂઝીલેન્ડ (New Zealand) જીતથી 70 રન પાછળ પડી ગયું હતું. અને ભારતીય ટીમે (Indian Team) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિરાટ કોહલીની 50મી ODI સદી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનો સાથ, રોહિતની પ્રારંભિક બેટિંગ અને મોહમ્મદ શમીની સાત વિકેટ મેચની ખાસિયતો હતી.
તે દરમિયાન મોહમ્મદ શમીએ 54 રન આપ્યા અને 7 બેટ્સમેનોને આઉટ કર્યા…
ભારત તરફથી રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને વાનખેડેના પ્રમાણમાં નાના મેદાન પર રમીને ભારતે 4 વિકેટે 397 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો અને ન્યુઝીલેન્ડને 327 રનમાં ઓલઆઉટ કરી દીધું.
𝗢𝗻𝗲 𝘀𝘁𝗲𝗽 𝗰𝗹𝗼𝘀𝗲𝗿! 🏆#TeamIndia 🇮🇳 march into the FINAL of #CWC23 🥳#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023
અંતિમ તબક્કામાં કુલદીપ યાદવ દ્વારા ફેંકવામાં આવેલી બે પરફેક્ટ ઓવરો અને શમી દ્વારા વ્યૂહાત્મક બોલિંગ પણ ભારતને આ વિજય હાંસલ કરવામાં મદદ કરી. કારણ કે, 398 રનનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડ પણ 30 ઓવરમાં 2 વિકેટે 220 રન સુધી પહોંચી ગયું હતું અને જ્યારે કિવી કેપ્ટન કેન વિલિયમસન (69) અને સેન્ચ્યુરીયન ડેરીલ મિશેલ (134) મેદાન પર હતા ત્યારે ન્યુઝીલેન્ડે સારી લડત આપી રહી હતી. પરંતુ, જરૂરી રન રેટ શરૂઆતથી ઓવર દીઠ 8 રનની આસપાસ હતો. અને તેને જાળવવા માટે મોટા શોટ મારવાજરૂરી હતા. જેમ જેમ તેઓ રન બનાવી રહ્યા હતા. તેમ તેમ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પરનો દબાણ પણ ઓછો થઈ રહ્યો હતો..
આ સમાચાર પણ વાંચોઃ Earthquake : ઉત્તરાખંડના ઉતરકાશીમાં મધરાત્રે આવ્યો ભૂકંપ, તીવ્રતા એટલી હતી કે લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા..
તે દરમિયાન મોહમ્મદ શમીએ 54 રન આપ્યા અને 7 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તે ભારતનો સૌથી સફળ બોલર બન્યો હતો. તે સિવાય કુલદીપ યાદવે 55 રનમાં 1 વિકેટ, જસપ્રીત બુમરાહે 64 રનમાં 1 વિકેટ અને મોહમ્મદ સિરાજે 78 રનમાં 1 વિકેટ ઝડપી હતી. શમીએ આ વર્લ્ડ કપમાં હવે 22 વિકેટ લીધી છે.
આજે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે..
આ પહેલા ભારતીય ટીમે વિરાટ કોહલીના 113 બોલમાં 117 રન, શ્રેયસ અય્યરના 70 બોલમાં 105 રન અને શુભમન ગિલના 66 બોલમાં અણનમ 80 રનની મદદથી પ્રથમ બેટિંગ કરતા 397 રન બનાવ્યા હતા. વિરાટે ODI ક્રિકેટમાં સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે આ વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારતા 8 સિક્સર ફટકારી હતી અને ટીમને 400 રનની નજીક પહોંચાડી હતી. કેએલ રાહુલે પણ છેલ્લી ઓવરમાં જબરદસ્ત બેટીંગ કરીને 29 બોલમાં 39 રન બનાવ્યા હતા.
તેમજ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બર ગુરુવારે આજે કોલકાતામાં રમાશે. ઓસ્ટ્રેલિયા(Australia) અને દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમો અહીં સામસામે ટકરાશે. અને આ સેમિફાઇનલ મેચની વિજેતા ટીમ 19 નવેમ્બર, રવિવારે ભારત સામે ટકરાશે. ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.