Site icon

India vs New Zealand: ન્યુઝીલેન્ડ ટીમનો આ ખતરનાક બોલર બની શકે છે ટીમ ઈન્ડિયા માટે મોટો માથાનો દુખાવો.. જાણો કોણ છે આ ધુરંધર બોલર.. વાંચો વિગતે અહીં..

India vs New Zealand: ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવા માટે તૈયાર છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. તે જ દરમિયાન ન્યુઝીલેન્ડ પાસે એવો બોલર છે જે ભારત માટે બોલ્ટ કરતા પણ વધુ ખતરનાક બની શકે છે. જેણે ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા બેટ્સમેનોને ઘણી વખત વહેલા આઉટ કરીને આંચકો આપ્યો છે.

India vs New Zealand This dangerous bowler of the New Zealand team can be a big headache for the Indian team..

India vs New Zealand This dangerous bowler of the New Zealand team can be a big headache for the Indian team..

News Continuous Bureau | Mumbai

India vs New Zealand: ભારતીય ટીમ ( Team India ) વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ( New Zealand ) સામે ટકરાવા માટે તૈયાર છે. બંને ટીમો મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. તે પહેલા ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન અને ટ્રેન્ટ બોલ્ટ ( Traint Bolt ) ની સૌથી વધુ ચર્ચા હતી. ડાબા હાથના ફાસ્ટ બોલરોએ હંમેશા ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા છે. પરંતુ ન્યુઝીલેન્ડ પાસે એવો બોલર છે જે ભારત માટે બોલ્ટ કરતા પણ વધુ ખતરનાક બની શકે છે. જેણે ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા બેટ્સમેનોને ઘણી વખત વહેલા આઉટ કરીને આંચકો આપ્યો છે.

Join Our WhatsApp Community

ન્યુઝીલેન્ડની ટીમમાં એક એવો બોલર છે જે ભારત માટે બોલ્ટ કરતા પણ ખતરનાક સાબિત થઈ શકે છે. કિવી પાસે એવો બોલર છે જેણે 11 વખત રોહિત શર્મા અને 10 વખત વિરાટ કોહલીને આઉટ કરી ચુક્યો છે. તે બોલર બીજું કોઈ નહીં પણ અનુભવી ટિમ સાઉદી ( Team Saudi ) છે. ટિમ સાઉદી વિશ્વના શ્રેષ્ઠ સ્વિંગ બોલરોમાંથી એક છે. તે બોલને બંને રીતે સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

ટીમ સાઉદીએ ODI ક્રિકેટમાં 6 વખત વિરાટને આઉટ કર્યો..

ટીમ સાઉદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્માને ટેસ્ટમાં 2 વખત, વનડેમાં 5 વખત અને T20 ઈન્ટરનેશનલમાં 4 વખત આઉટ કર્યો છે. રોહિત ક્યારેય સાઉદી સામે ખુલીને રમી શક્યો નથી. સાઉદીની બોલિંગ સામે રોહિતની એવરેજ 21 અને સ્ટ્રાઈક રેટ ODIમાં માત્ર 70 રહે છે. રોહિતે પોતાનો અભિગમ બદલ્યો છે પરંતુ સાઉદી પાસે 350થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

આ સમાચાર પણ વાંચોઃ Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડી, 36ના મોત PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

ટીમ સાઉદી વિરૂદ્ધ વિરાટ કોહલીનો રેકોર્ડ રોહિત શર્મા કરતા સારો છે. પરંતુ તે પણ સાઉદીની જાળમાં ફસાઈ જાય છે. ટીમ સાઉદી એવો બોલર છે જેણે ODI ક્રિકેટમાં 6 વખત વિરાટને આઉટ કર્યો છે. જોકે, વિરાટે તેની સામે 100થી વધુની સ્ટ્રાઈક રેટથી રન પણ બનાવ્યા છે. પરંતુ જો વિરાટ મુંબઈમાં પ્રથમ 10 ઓવરમાં ક્રિઝ પર આવે છે તો તેને સાઉદી સામે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટીમ સાઉદીએ શરૂઆતમાં વર્લ્ડ કપમાં કેટલીક મેચ રમી ન હતી. વર્લ્ડ કપની શરૂઆત પહેલા સાઉદીએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન તેના જમણા અંગૂઠામાં ઈજા પહોંચી હતી. આ પછી મેગા ઈવેન્ટમાં તેના રમવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, સર્જરી બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને ત્યારથી તે ન્યુઝીલેન્ડની ટીમમાં પાછો ફર્યો છે.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version