News Continuous Bureau | Mumbai
India vs England: વન-ડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રવિવારે લખનઉ (Lucknow) ના એકાના સ્ટેડિયમ (Ekana Stadium) માં ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે મુકાબલો ખેલાયો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ 129 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલ (Semi Finale) માં પ્રવેશ કરી લીધો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ભારતીય ટીમે આપેલા 230 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ચાર ઓવર સુધી આક્રમક શરૂઆત કરી હતી. જોકે, બુમરાહે 5મી ઓવરમાં એક પછી એક બે ઝટકા આપ્યા હતા. ત્યારે બીજી બાજુ મોહમ્મદ શમીએ પણ બે વિકેટ લેતા ઈંગ્લેન્ડના ટોર્પ ઓર્ડરનો ધબડકો થયો હતો. 52 રનમાં અંગ્રેજોની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
Undefeated India go to the top of the #CWC23 points table with their sixth successive win in the tournament 👊#INDvENG 📝: https://t.co/sLTTWYaH8H pic.twitter.com/ZqjSAJ7NBL
— ICC (@ICC) October 29, 2023
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 20 વર્ષ બાદ જીત મેળવી છે…
ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે અંગ્રેજોની ટીમના ખેલાડીઓ ધૂંટણિયે પડી ગયા હતા. મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ ખેરવી હતી. જસપ્રીત બુમરાહને ત્રણ સફળતા મળી જ્યારે કુલિદપ યાદવે બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે છેલ્લે 2003માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ઇંગ્લેન્ડ સામે મેચ જીત્યું નથી. ઇંગ્લેન્ડે વર્લ્ડકપમાં 2019માં ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 20 વર્ષ બાદ જીત મેળવી છે.
બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન..
ભારતની ટીમ: રોહિત શર્મા (Rohit Sharma)(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડની ટીમ : જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ અને માર્ક વુડ.
Heartiest congratulations to Team India on their remarkable sixth consecutive victory in #CWC2023! Skipper @ImRo45‘s gritty 87-run innings on a challenging batting surface showcased exceptional skill and determination. Kudos to @MdShami11 for his outstanding bowling, claiming 4… pic.twitter.com/PrZFPLlkoM
— Jay Shah (@JayShah) October 29, 2023
આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas War: ઈઝરાયલની જેમ હવે ભારત પણ બનાવશે ‘આયર્ન ડોમ’! શત્રુઓને હવામાં જ કરશે ઠાર, જાણો શું છે પ્રોજેક્ટ… વાંચો વિગતે અહીં..