News Continuous Bureau | Mumbai
World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની છઠ્ઠી મેચમાં ન્યૂઝીલેન્ડે (New Zealand) શાનદાર જીત મેળવી હતી. હૈદરાબાદ મેચમાં નેધરલેન્ડ (Netherland) નો 99 રને પરાજય થયો હતો. વર્લ્ડ કપ (World Cup) માં ન્યુઝીલેન્ડની ટીમનો આ સતત બીજો વિજય છે. આ બંને મેચનો અસલી હીરો રચિન રવિન્દ્ર (Ravindra Rachin) રહ્યો છે.
ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે હતી, જેમાં તેણે 9 વિકેટે જીત મેળવી હતી. તે મેચમાં સ્પિન ઓલરાઉન્ડર રચિનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તે મેચમાં તેણે એક વિકેટ લીધી હતી. સાથે જ અણનમ 123 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
હવે નેધરલેન્ડ સામે પણ રચિને એક વિકેટ લીધી અને બેટિંગમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને મેચમાં રચિને બે મોટા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ તેની પ્રશંસા થઈ રહી છે.
રવિન્દ્રએ જ્યારે પ્રથમ મેચમાં સદી ફટકારી ત્યારે તે વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું કરનાર ન્યૂઝીલેન્ડનો સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો. પરંતુ હવે બીજી મેચમાં ફિફ્ટી ફટકારીને રવિન્દ્રએ વધુ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે તેની કારકિર્દીની પ્રથમ બે વર્લ્ડ કપ મેચમાં સતત 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ કિવી ખેલાડી બન્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Pune Expressway : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આજે ફરી બે કલાકનો વિશેષ બ્લોક; પરિવહનની વૈકલ્પિક પદ્ધતિઓ શું રહેશે? જાણો બ્લોકનું શું છે કારણ…
કોણે છે રવિન્દ્ર રચિન..
વેલિંગ્ટનમાં જન્મેલા રચિન રવિન્દ્ર આવતા મહિને એટલે કે 18મી નવેમ્બરે 24 વર્ષનો થશે. તેમનું ભારતીય જોડાણ ખૂબ જ રસપ્રદ છે. રચિનનું નામ ભારતના મહાન ખેલાડીઓ સાથે જોડાયેલું છે. ખરેખર, કિવી બેટ્સમેન રવિન્દ્રના પિતા આર. કૃષ્ણમૂર્તિ 90ના દાયકામાં પોતાના કામના સંબંધમાં ન્યુઝીલેન્ડ ગયા હતા. રચિન રવિન્દ્રનો જન્મ ત્યાં થયો હતો.
રચિનના પિતાને ક્રિકેટમાં ઊંડો રસ હતો અને તેમણે વેલિંગ્ટનમાં પોતાની ક્રિકેટ ક્લબ પણ શરૂ કરી હતી. કૃષ્ણમૂર્તિ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના મોટા પ્રશંસક રહ્યા છે. આ જ કારણ હતું કે કૃષ્ણમૂર્તિએ આ ભારતીય મહાનુભાવોના નામના અક્ષરોને જોડીને તેમના પુત્રનું નામ ‘રચિન’ રાખ્યું હતું. રાહુલ પાસેથી ‘R’ અને સચિન પાસેથી ‘ચિન’ લીધો હતો.
રચિનને ભવિષ્યનો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. રચિને 2016 અને 2018માં ન્યૂઝીલેન્ડ માટે અંડર-19 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. રચિને સપ્ટેમ્બર 2021માં બાંગ્લાદેશ સામેની T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટેસ્ટ અને વનડેમાં પણ ડેબ્યુ કર્યું છે.
3 ટેસ્ટ મેચ: 73 રન બનાવ્યા, 3 વિકેટ લીધી.
14 ODI મેચ: 363 રન બનાવ્યા, 14 વિકેટ લીધી.
18 T20 મેચ: 145 રન બનાવ્યા, 11 વિકેટ લીધી.
Men’s @cricketworldcup debut ✅
Maiden ODI ton ✅@aramco POTM ✅What a day for Rachin Ravindra 🌟#CWC23 #ENGvNZ pic.twitter.com/YHx5Kn1VHF
— ICC (@ICC) October 5, 2023