Timed Out Matter: ‘… તો શ્રીલંકામાં પથ્થર વરસશે’, ટાઈમ આઉટ વિવાદ બાદ શાકીબ અલ હસનને મેથ્યુઝના ભાઇની ખુલ્લી ધમકી.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

Timed Out Matter: બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમઆઉટ કરી દીધો હતો. મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પરંતુ આ મામલો શાંત થવાને બદલે વધુ વેગ પકડી રહ્યો છે.

by kalpana Verat
Timed Out Matter: '... then stones will rain in Sri Lanka', Mathews brother's open threat to Shakib Al Hasan after time-out controversy

News Continuous Bureau | Mumbai 

 Timed Out Matter: બાંગ્લાદેશ (Bangladesh) ના કેપ્ટન શાકિબ અલ હસને (Shakib Al hasan) વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ (Angelo Mathews) ને ટાઈમઆઉટ (Timed Out) કરી દીધો હતો. મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પરંતુ આ મામલો શાંત થવાને બદલે વધુ વેગ પકડી રહ્યો છે. હવે શાકિબ અલ હસનને એવી ભયંકર ધમકી આપવામાં આવી છે કે શ્રીલંકામાં તેના પર પથ્થર ફેંકવામાં આવશે.

શાકિબને આ ધમકી બીજા કોઈએ નહીં પણ એન્જેલો મેથ્યુસના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે આપી છે. BDCricTime અનુસાર, ટ્રેવિને કહ્યું, અમે ખૂબ જ નિરાશ છીએ. બાંગ્લાદેશી કેપ્ટન પાસે ખેલદિલી નથી અને તેણે જેન્ટલમેન રમતમાં માનવતા દાખવી નથી. તેણે આગળ કહ્યું, અમે તેમના કેપ્ટન અને ટીમના બાકીના ખેલાડીઓ પાસેથી ક્યારેય આ પ્રકારની અપેક્ષા રાખી ન હતી. શાકિબનું શ્રીલંકામાં સ્વાગત નહીં થાય. જો તેઓ અહીં કોઈ ઈન્ટરનેશનલ કે લંકા પ્રીમિયર લીગ મેચ રમવા આવશે તો તેમના પર પથ્થરમારો કરવામાં આવશે અથવા તો શ્રીલંકન ચાહકોના રોષનો સામનો કરવો પડશે.

શું હતો આ મામલો…

તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે શ્રીલંકાની ટીમે 24.2 ઓવરમાં સાદિરા સમરવિક્રમાના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ મેથ્યુઝ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. જ્યારે મેથ્યુઝે પિચ પછી તેની હેલ્મેટને ટાઈટ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેનો પટ્ટો તૂટી ગયો હતો અને તેણે હેલ્મેટ બદલવાનો ઓર્ડર આપ્યો હતો. આ બધામાં 2 મિનિટથી વધુ સમય વીતી ગયો. વર્લ્ડ કપની પ્લેઈંગ કન્ડીશન મુજબ, બેટ્સમેન આઉટ થયા પછી અથવા રિટાયર થયા પછી, બીજા બેટ્સમેને 2 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર થવાનું હોય છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Air Pollution: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સાઈટ સામે BMCની મોટી કાર્યવાહી.. જારી કરી 62 સ્ટોપ-વર્ક નોટિસ..

આ દરમિયાન 2 મિનિટથી વધુ સમય પસાર થતો જોઈને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને ટાઈમ આઉટ માટે અપીલ કરવા કહ્યું હતુ અને કેપ્ટને તેમ કર્યું હતું. જો કે, અમ્પાયરે પણ શાકિબ સાથે પુષ્ટિ કરી કે શું તે ખરેખર આવું કરવા માંગે છે? જેની શાકિબે હકારા રુપે પુષ્ટિ કરી હતી. જો કે આ દરમિયાન મેથ્યુઝે અમ્પાયર અને શાકિબને પોતાની હેલ્મેટની તૂટેલી પટ્ટી પણ બતાવી હતી, પરંતુ બાંગ્લાદેશી કેપ્ટને અપીલ પાછી ખેંચી ન હતી અને આખરે મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More