World Cup 2023 : પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલ બન્યું રસપ્રદ, જુઓ તમામ ટીમોની સ્થિતિ.. વાંચો વિગતે અહીં..

World Cup 2023 : શનિવારે વર્લ્ડ કપમાં એક દિલચસ્પ મુકાબલો જોવા મળ્યો હતો. અત્યાર સુધી તો પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાં બહાર ફેંકાવાની તૈયારીમાં હતું પરંતુ હવે તેને જીવતદાન મળી ગયું છે. વરસાદના વિઘ્નને પગલે મેચ શરૂ થઇ શકી નહોતી. ત્યારબાદ ડકવર્થ લુઈસના નિયમ અનુસાર, પાકિસ્તાનની જીત થઈ છે.

by Bipin Mewada
World Cup 2023 After Pakistan's win, the points table became interesting, see the position of all the teams

News Continuous Bureau | Mumbai

World Cup 2023 : શનિવારે વર્લ્ડ કપ (World Cup) માં એક દિલચસ્પ મુકાબલો જોવા મળ્યો હતો. અત્યાર સુધી તો પાકિસ્તાન ( Pakistan ) સેમી ફાઈનલની ( semi-finals ) રેસમાં બહાર ફેંકાવાની તૈયારીમાં હતું પરંતુ હવે તેને જીવતદાન મળી ગયું છે. બેંગલુરુ ( Bangalore ) ના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ( New Zealand ) 401 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે ટાર્ગેટ 41 ઓવરમાં 342 રનનો નક્કી થયો હતો. પાકિસ્તાને 25.3 ઓવરમાં એક વિકેટે 200 રન કર્યા ત્યારે ફરી વરસાદ પડયો. તે સમયે પાકિસ્તાન 21 રનથી આગળ હતું.

પાકિસ્તાનની જીતમાં ઓપનર ફખર ઝમાને મહત્વની ભૂમિકા ભજવી હતી. ફખર ઝમાને 81 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા જેમાં 11 છગ્ગા અને આઠ ચોગ્ગા સામેલ છે. કેપ્ટન બાબર આઝમે પણ 63 બોલમાં અણનમ 66 રન ફટકાર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

પાકિસ્તાન 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી મેચ રમશે…

મેચમાં પહેલા બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડ હાંસલ ન કરી શકાય તેટલો મોટો સ્કોર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 400 રન કર્યાં હતા. કેપ્ટન કેન વિલિયમસનને 95 અને રચિન રવિન્દ્રે 108 રન કર્યાં હતા. જેમાં ન્યૂઝીલેન્ડના બેટરોએ પાકિસ્તાની બોલર્સની જોરદાર ધુલાઈ કરી હતી.

ન્યૂઝીલેન્ડ જીતની સાથે જ પાકિસ્તાનની ટીમે પોઇન્ટ ટેબલ ( Point Table ) માં અફઘાનિસ્તાન ( Afghanistan) ને પાછળ છોડીને પાંચમાં નંબર પર આવી ગઇ છે અને તેની સેમી ફાઈનલની રેસમાં જળવાઈ રહેવાની સંભાવના પ્રબળ બની છે.

પાકિસ્તાનની હવે છેલ્લી એક મેચ બાકી છે. પાકિસ્તાન 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી મેચ રમશે. ત્યાર બાદ બાકીની ટીમોના પોઈન્ટની ગણતરીમાં લેતા તે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આવશે કે નહીં તેનો નિર્ણય થઈ જશે. હાલ પૂરતું તો પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાં ટકી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ Rajasthan Assembly Election: નિવૃત્તિના નિવેદન પર વસુધરા રાજેનો યુ-ટર્ન, જાણો શું કહ્યું.. વાંચો વિગતે અહીં..

ન્યુઝીલેન્ડના 8 મેચમાં 8 પોઈન્ટ છે.

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ બાબર આઝમની ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે. પોઈન્ટ ટેબલ પણ હવે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. વાસ્તવમાં ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. આ સિવાય બંને ટીમોના 8-8 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના નેટ રન રેટમાં બહુ ફરક નથી.

ન્યુઝીલેન્ડના 8 મેચમાં 8 પોઈન્ટ છે. આ ટીમે 4 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.398 છે. જ્યારે પાકિસ્તાનના 8 મેચમાં 8 પોઈન્ટ છે. આ ટીમે તેની 4 મેચો પણ જીતી છે, જ્યારે તે 4 મેચ હારી છે. પાકિસ્તાનનો નેટ રન રેટ +0.036 છે. પાકિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. અગાઉ અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતું.

શ્રીલંકા 7 મેચમાં 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. જ્યારે નેધરલેન્ડના 7 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે નેધરલેન્ડ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. આ સાથે જ બાંગ્લાદેશ નવમા નંબર પર છે. શાકિબ અલ હસનની ટીમના 7 મેચમાં 2 પોઈન્ટ છે. બાંગ્લાદેશ વિશ્વ કપમાંથી સત્તાવાર રીતે બહાર થનારી પ્રથમ ટીમ છે. આ સિવાય ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 6 મેચમાં 2 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે દસમા સ્થાને છે.

You Might Be Interested In

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More