World Cup 2023: સેમિફાઇનલ પહેલા BCCIએ આપ્યા સારા સમાચાર, સેમિફાઈનલ માટે આ તારીખથી કરી શકાશે ટિકિટ બુક.. જાણો વિગતે..

 World Cup 2023: વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલમાં હવે ભારત સહિત ત્રણ ટીમ પહોંચી ગઇ છે. ચોથા નંબરે બસ હવે એક ટીમ નક્કી થવાની બાકી છે. આ પહેલા સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. જાણો અહીં ક્યારે અને કેવી રીતે મેળવી શકો છો ટીકીટ…

by kalpana Verat
World Cup 2023 BCCI set to release final set of tickets for knockout matches

News Continuous Bureau | Mumbai 

 World Cup 2023: વર્લ્ડકપ 2023 (World Cup 2023) ની સેમિ ફાઇનલ (Semi Finale) માં હવે ભારત (India) સહિત ત્રણ ટીમ પહોંચી ગઇ છે. ચોથા નંબરે બસ હવે એક ટીમ નક્કી થવાની બાકી છે. આ પહેલા સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન (Online Ticket) ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. આજે રાત્રે 8 વાગ્યાથી ઓનલાઇન ટિકિટ વિન્ડો ખોલવામાં આવશે. બીસીસીઆઇ (BCCI) એ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ માહિતી આપી છે.

આ વખતે વર્લ્ડકપ ભારતમાં રમાતો હોવાને કારણે ટિકિટની હાઇડિમાન્ડ જોવા મળી રહી છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. ચોથા સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ગુરૂવારે ટિકિટની અંતિમ મેચો માટે ટિકિટ વેચવા માટે જઇ રહ્યું છે.

 કેવી રીતે ખરીદી શકશો ઓનલાઈન ટિકિટ..

9 નવેમ્બર (ગુરૂવાર) રાત્રે 8 વાગ્યાથી ઓફિશિયલ ટિકિટ વેબસાઇટ https://tickets.cricketworldcup.com. પર જઇને તમે ઓનલાઇન મેચની ટિકિટ ખરીદી શકો છો. આ સિવાય ઓનલાઇન વેબસાઇટ https://in.bookmyshow.com/explore/c/icc-cricket-world-cup  પર જઇને ટિકિટ ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર સેમિ ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ ઓનલાઇન સાઇટ પર 5 હજાર રૂપિયા બતાવે છે. જ્યારે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાનાર સેમિ ફાઇનલ મેચ માટે ટિકિટ શરૂઆતની ટિકિટનો ભાવ 900 રૂપિયા બતાવે છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ 2000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આટલો જ ભાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો હતો.

Join Our WhatsApp Community

You may also like